સામાન્ય રીતે ચાલવામાં કે રોજીંદા કામોમાં શારીરિક ક્ષતિના લીધે તકલીફ વેઠતા દિવ્યાંગો અને વૃધ્ધો જયારે લોકશાહીમાં ફરજની વાત આવે ત્યારે જાેમ અને જુસ્સા સાથે મતદાન કરવા ઉમટી પડતા હોય છે. રાજકોટમાં વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં આવા અનેક દ્રશ્યો જાેવા મળ્યાં. અનેક દિવ્યાંગો અને વડીલ મતદારો મતદાન માટે વ્હીલચેર અને લાકડીના ટેકે આવીને, યુવાઓને પણ શરમાવે તે રીતે ઉત્સાહપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરી પ્રેરણા પુરી પાડી રહ્યા છે. રાજકોટમાં લાખાજીરાજ રોડ ઉપર રહેતા મેહુબેન જાેગરાણાએ ૧૦૦ વર્ષની ઉંમરે મતદાન કરીને રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરી હતી અને પોતાનો નાગરિક ધર્મ નિભાવ્યો હતો. મેહુબેનને આંખે ઓછું દેખાય છે, ઓછું સંભળાય છે અને તેઓ બરાબર રીતે ચાલી પણ શકતા નથી છતાં પણ મેહુબેન મતદાન કરવાનું ચૂક્યા ન હતાં. જ્યારે ૮૦ વર્ષીય નટવરલાલ ભોજાણી તો સીધા હોસ્પિટલમાંથી મતદાન કરવા પહોંચ્યા હતા.
તેમને ખાનગી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવતા ઘરે જવાને બદલે તેઓ સીધા મતદાન મથકે પહોંચ્યા હતા. પ્રથમ તબક્કામાં અનેક બૂથ પર બુઝુર્ગ મતદારો તેમજ દિવ્યાંગ મતદારો મતદાન માટે આવી રહ્યા છે ત્યારે એનએસએસના ૮૭૭ વોલેન્ટિયર્સ સહાયક તરીકે ફરજ બજાવી રહ્યા છે. એનએસએસના વોલેન્ટિયર્સ વિવિધ મતદાન બૂથ પરની કામગીરી અંગે શિક્ષણ વિભાગ, સમાજ સુરક્ષા તેમજ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા માર્ગદર્શન પૂરંય પાડવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ૯૩ વર્ષીય વિરજીભાઈ ૧૮ વર્ષના યુવાનની જેમ મતદાન માટે ઉમટ્યા હતા. મતદાન કરીને લોકશાહીના પર્વમાં પોતાનું યોગદાન નોંધાવીને અન્ય પ્રેરિત કર્યા હતા. આ તકે વીરજીભાઈએ જણાવ્યું કે, બાપલિયા મતદાન તો કરવું જાેઈએ ને.. મતદાન કરવાથી દેશમાં સારી સરકાર બને અને આપણને સરકારે હક્ક આપ્યો છે તો એનો ઉપયોગ કરવો જાેઈએ. રક્તદાન, આંખોનું દાન સહિત ઘણાય દાન કરીએ છીએ પણ મતદાન ન કરીએ ને તો બીજા એકેય દાન કાંઈ કામના નથી રહેતા. એટલે મતદાન તો અચૂક કરવું જ જાેઈએ.
આ સાથે ૭૫ જેટલા કર્મચારીઓ પણ વોલિયન્ટર્સની મદદમાં મુકવામાં આવ્યા છે. આ સ્વયંસેવકો વરિષ્ઠ તેમજ દિવ્યાંગ મતદાતાઓને જરૂર પડ્યે, વ્હીલચેર સાથે મતદાન રૂમ સુધી લઈ જવામાં, પાણી પીવડાવવા સહીત આનુસંગિક મદદરૂપ બની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મતદાન બૂથ પર વ્હીલચેર સહિતની સુવિધા રાખવામાં આવી છે, તો વડીલો મતદાન કરવા આવે ત્યારે સુરક્ષા જવાનો પણ તેમને ટેકો આપીને મતદાન મથક સુધી દોરી જતા હોય છે. યુવાઓના ઉત્સાહને ઝાંખો પાડે તેવા ઉત્સાહ સાથે સિનિયર સીટીઝન એવા પ્રમોદરાય દોશી તેમનાં ધર્મપત્ની મનોરમાબેન દોશી સાથે સ્ટીકના ટેકે મતદાન માટે પહોંચ્યા હતા અને સપરિવાર મતદાન કર્યું હતું. તેઓને પોલીસ સ્ટાફના નેહલબેન મકવાણાએ મતદાન રૂમ સુધી પહોંચવામાં સહાયતા કરી માનવતા મહેકાવી હતી.
આ બુથ ઉપર મતદાનના પ્રારંભથી જ મતદાન કરવા માટે યુવાનો, ગૃહિણીઓ, વડીલો સહિતના મતદાતાઓ મતદાન માટે ઉમટી પડયા હતા. ઉલ્લેખનીય છે કે, આ બુથ ઉપર ૪૧૮ પુરુષ મતદારો અને ૩૨૦ મહિલા મતદારો સહિત કુલ ૭૩૮ મતદારો નોંધાયેલા છે. જેમાં ૧ શતાયુ મતદાર એવા ૧૧૫ વર્ષનાં કમુબેન ડેરૈયાનો પણ સમાવેશ થાય છે. જેઓએ ચૂંટણી પંચની આગવી પહેલસમી ઘરે બેઠા ટપાલ મતપત્ર સેવાના ઉપયોગથી મતદાન કર્યું હતું. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા કુલ ૧૦,૩૫૭ મતદાતાઓ નોંધાયેલા છે.
જે પૈકી સૌરાષ્ટ્ર અને કચ્છ એમ ૧૨ જિલ્લાઓમાં ૩૮૬૬ મતદારો છે. આ મતદારો પોતાના મતાઅધિકારનો ઉપયોગ કરી લોકશાહીને વધુ મજબુત બનાવશે. સૌરાષ્ટ્ર-કચ્છના બાર જિલ્લાની વાત કરીએ તો ભાવનગરમાં ૬૨૮ શતાયુ મતદારો, રાજકોટ-૫૨૭, કચ્છ ૪૪૪, જુનાગઢ-૩૯૫,અમરેલી-૩૭૨,જામનગર-૨૯૮,ગીર સોમનાથ-૨૯૭ ,સુરેન્દ્રનગર-૨૯૭,મોરબી-૧૭૫, દેવભૂમિ દ્વારકા-૧૭૪,બોટાદ-૧૬૮ અને પોરબંદર જિલ્લામાં ૧૦૯ મતદારો સો વર્ષની આયુ ધરાવે છે. આમ જાેઇએ તો ભાવનગર જિલ્લામાં સૌથી વધુ ૬૨૮ અને સૌથી ઓછા પોરબંદર જિલ્લામાં ૧૦૯ મતદારો છે.
Recent Comments