ગુજરાત

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડનો મુખ્ય આરોપી પ્રકાશ હીરણ જૈન હજી પણ ફરાર

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડનો મુખ્ય આરોપી અને ગેમિંગ ઝોનના માલિક સુધી હજી સુધી ફરાર છે. આ અગ્નિકાંડના માસ્ટરમાઇન્ડ પ્રકાશ હીરણ જૈન હજી સુધી ગાયબ છે. ૩૨નો ભોગ લેનારી રાજકોટ ગેમિંગ ઝોનના અગ્નિકાંડની દુર્ઘટના પછી પ્રકાશ હીરણનો કોઈ અતોપતો નથી. ગેમિંગ ઝોનમાં ૬૦થી ૭૦ ટકા માલિકી પ્રકાશ હીરણની હતી અને તેની તો કોઈ વાત જ કરતું નથી. પ્રકાશ હિરણ જૈનને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પૂરી તાકાતથી કામે લાગી ગઈ છે. ક્રાઇમ બ્રાન્ચની ચાર ટીમ તેની શોધખોળ કરી રહી છે. તેના કુટુંબીજનોએ પ્રકાશ ગુમ થયો હોવાની અરજી કરી છે.

સૌરાષ્ટ્રના સૌથી મોટા ગેમિંગ ઝોનનો આઇડિયા જ પ્રકાશ હીરણનો હતો. પ્રકાશ કાલાવાડ રોડ પર બે કરોડના મકાનમાં રહેતો હતો. તેનું મકાન પ્રદ્યુમન રોયલ હાઇટ્‌સમાં આવેલું છે. હાલમાં તેના ઘરે કોઈ હાજર નથી. ઘરની બહાર દૂધની થેલીઓ પડેલી છે. તે આગની દુર્ઘટનાનો પણ ભોગ બન્યો હોય તેવી સંભાવના છે.

ટીઆરપી ગેમઝોનનો મુખ્ય માલિક પ્રકાશ જૈન છે. જે મૂળ રાજસ્થાનનો વતની હોવાની માહિતી મળી છે. યુવરાજસિંહ ટીઆરપી ગેમઝોનનો માલિક છે. તે એ એક લાખ રૂપિયા પગાર લે છે અને ધંધામાં ૧૫ ટકા ભાગીદારી પણ ધરાવે છે. યુવરાજસિંહના પિતા હરીશસિંહ જૂનાં વાહનનોની લે-વેચનો ધંધો કરે છે.

રાહુલ રાઠોડ નામનો ભાગીદાર ગોંડલનો છે. રાહુલ રાઠોડ ૨૦૧૭માં આઈસી (ઇન્સ્ટ્રુમેન્ટેન્શન એન્ડ કંટ્રોલ) એન્જિનિયર બન્યો છે. જે વેલ્ડિંગ તેમજ મેઇન્ટેનન્સનું કામ સંભાળતા હતો. અત્યાર સુધીમાં પ્રકાશ અને રાહુલ પોલીસને હાથ લાગ્યા નથી. યોગેશ પાઠક અને નીતિન જૈન ટીઆરપી ગેમઝોનમાં મેનેજર તરીકે કામ કરતા હતા.

Related Posts