રાજકોટ ફુડ શાખા દ્વારા આઇસ્ક્રીમના ૬ નમૂના ફેઈલ, એજ્યુડીકેશન કેસ દાખલ
રાજકોટ મહાનગરપાલિકાની ફુડ વિભાગની ટીમ દ્વારા જાહેરજનતાના આરોગ્ય હિતાર્થે રાજકોટ શહેરમાં આઇસ્ક્રીમનું વેંચાણ બહોળા પ્રમાણમાં થતુ હોય, જાહેર જનતાને ભેળસેળ રહિત આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ છે. જેની વિગત નીચે દર્શાવ્યા મુજબ છે.
જે વેપારીઓને ત્યાંથી નમૂના લેવામાં આવેલ છે તેમાં (૧) રેડ વેલ્વેટ આઇસ્ક્રીમ (લુઝ), સ્થળઃ- વૃંદાવન ડેરી એન્ડ ફુડ્ઝ, ડૉ.યાજ્ઞિક રોડ (૨) હનિમુન ડીલાઇટ આઇસ્ર્કીમ (લુઝ), સ્થળઃ- સંતુષ્ટી આઇસ્ક્રીમ, યુનિવર્સિટી રોડ (૩) ટ્રાફિક જામ આઇસ્ક્રીમ (લુઝ), સ્થળઃ- સરયુ મિલ્ક પ્રોડક્ટ, સ્થળઃ- મોટા મૌવા (૪) રાજભોગ આઇસ્ક્રીમ (લુઝ), સ્થળઃ- ઝાલા બ્રધર્સ, કાલવડરોડ (૫) ઓરિયો સ્ટ્રોબેરી આઇસ્ક્રીમ (લુઝ), સ્થળઃ રાજમંદિર આઇસ્ક્રીમ, મવડી પ્લોટ (૬) મલાઇ મસાલા આઇસ્ક્રીમ (લુઝ), સ્થળઃ- મગનલાલ આઇસ્ક્રીમ,રેસકોર્ષ રોડ નો સમાવેશ થાય છે.
રાજકોટ મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા લેવાયેલ નમૂના નાપાસ જાહેર થતા હ્લજીજીછ-૨૦૦૬ની કલમ-૬૮ તથા તે હેઠળના નિયમ-૩.૧ મુજબ કસુરવાર થયે એજ્યુડીકેટીંફ્ગ ઓફિસર (ઇછઝ્ર-છડ્ઢસ્ , રાજકોટ શહેર) સમક્ષ દાખલ કરવામાં આવતા એજ્યુડીકેશન કેસની વિગતો નીચે મુજબ છે.
શહેરના બજરંગ ચોક, ચંદ્રેશનગર મે. રોડ વિસ્તારમાં આવેલ “શ્રી રામવિજય કિરાણા ભંડાર” માંથી લીધેલ ઃ કાજુ (લૂઝ) નમૂનો લેબોરેટરી ના પૃથ્થકરણ રીપોર્ટ અન્વયે “સબસ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવેલ. તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને ઇછઝ્ર-છડ્ઢસ્ સાહેબ સમક્ષ એજ્યુડીકેશન કેસ દાખલ કરવામાં આવેલ છે.
શહેરના ઁ-૧૭, સોમનાથ ઇન્ડ એરીયા, શેરી નં૪, પુજા એન્જી પાસે કોઠારીયા ગામ વિસ્તારમાં આવેલ “સહજ ફુડ પ્રોડક્ટ” માંથી લીધેલ ઃ ટોફુ-સોયા પનીર (લૂઝ) નમૂનો લેબોરેટરી ના પૃથ્થકરણ રીપોર્ટ અન્વયે “સબસ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવેલ. તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને ઇછઝ્ર-છડ્ઢસ્ સાહેબ સમક્ષ એજ્યુડીકેશન કેસ દાખલ કરવામાં આવેલ છે.
Recent Comments