રાજકોટ શહેર દૂધની આ ભેળસેળને અટકાવવા મનપાની ફૂડ શાખા દ્વારા આજે વહેલી સવારથી મેગા ડ્રાઇવ યોજાઈ છે. જેમાં ગોંડલ ચોકડી પર આવતા દૂધ ભરેલા વાહનોમાં તપાસ હાથ ધરાઇ હતી. જ્યાં ૨૨ જેટલા વાહનોમાંથી સ્થળ પર નમૂના લઇને તેનું ટેસ્ટીંગ કરાયું હતું. આ ટેસ્ટીંગ દરમિયાન હાલ ૪ વાહનમાંથી પાણીની ભેળસેળ સામે આવી હતી. અને સ્થળ પર ૨૨૮ લીટર ભેળસેળ યુક્ત દૂધનો નાશ કરાયો હતો.ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ઉપલેટા પંથકમાંથી ભેળસેળયુક્ત અને નકસી દૂધ આવતું હોવાનું સામે આવ્યું હતું. ત્યારથી તંત્ર દ્વારા ચેકીંગ અને દંડની કાર્યવાહી હાથ ધરાઈ છે.
રાજકોટના રૈયા સર્કલ પાસે આવેલી જનતા ડેરીમાંથી તેમની જ બ્રાન્ડના જનતા ડેરી ગોલ્ડ પેસ્ટ્યુરાઈઝ્ડ દૂધના નમૂના ગત વર્ષે લેવાયા હતા જેમાં મેન્યુફેક્ચરિંગ તારીખ દર્શાવેલી ન હોવાથી નમૂના મિસબ્રાન્ડ થયા હતા. આ મામલાને એક વર્ષ વિત્યું હોવા છતાં હજુ પણ અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. સામાન્ય રીતે પશુઓમાંથી ૫થી ૬.૫ ફેટનું દૂધ આવતું હોય છે. ૬ ફેટનું દૂધ હોય તો તેના એક લિટર દૂધમાંથી ૧૦૦ ગ્રામ જેટલી મલાઈ ઉતારી લેવાતી હોય છે જેનું ઘી બને છે. જાેકે નફાખોરો આવું દૂધ સતત ઉકાળ્યા બાદ ૬ ફેટનું હોય તો ૩ કરતા પણ ઓછું ફેટ કરી નાંખે. ત્યારબાદ આ દૂધમાં ફેટ વધારવા માટે તેલ અથવા તો વેજિટેબલ ઘી નાંખે જેથી ફરી દૂધનું ફેટ ૬.૫ જેટલું થઈ જાય છે. જાેકે તેનો સ્વાદ તૂરો થઈ જાય છે તેથી તેને દબાવવા માટે પાઉડર પણ ઉમેરાય છે. આવા દૂધમાં ૭ ફેટ હોય તો પણ ઉકાળવામાં આવે તો ૬૦ ગ્રામ પણ મલાઈ થતી નથી. આ અંગે મનપાના નાયબ આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડે જણાવ્યું હતું કે, આજે અમે વહેલી સવારે ૪ વાગ્યાથી દૂધમાં થતી ભેળસેળ કરવા માટે શહેરના એન્ટ્રી પોઈન્ટ પર મેગા ડ્રાઇવ યોજી હતી. જ્યાં ગોંડલ ચોકડી પાસે દૂધ ભરેલા વાહનો ચેકિંગ કર્યું હતું. અને તેમાંથી દૂધ ભરેલા વાહનોમાંથી દૂધ લઈને અમે સ્થળ પર જ મેં તેનું ટેસ્ટિંગ કર્યું હતું. તો અમે તહેવારને અનુલક્ષીને અને આ મેગા ડ્રાઇવનું આયોજન કર્યું છે. જેમાં અમે ૨૨ જેટલા વાહનોમાં ટેસ્ટિંગ હાથ ધર્યુ હતું.જેમાં છકડો રિક્ષા, ટેન્કર વગેરેનો સમાવેશ થાય છે. અમારી પાસે ગાંધીનગરથી ફાળવેલી ગુજરાત સરકારના ફૂડ વિભાગની ફૂડ સેફટી ઓન વહીલ્સ છે. જેમાં તાત્કાલિક દૂધનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને દૂધના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલમાં દૂધના ફેટનું પ્રમાણ, હ્લજીદ્ગનું પ્રમાણ અને દૂધમાં યુરિયા ભેળવેલ છે કે પાણી તેની ચકાસણી કરવામાં આવી છે.
Recent Comments