fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ સિટીબસમાં ટોળેટોળા:માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

રાજકોટમાં સિટી બસોમાં સવારે ૭થી૯ વાગ્યા સુધી શાળા, કોલેજ અને યુનિ.ઓના રૂટ પર વિદ્યાર્થીઓ બહાર લટકાઇને પણ મુસાફરી કરે છે. ભીડવાળા વાન અને બસ ડિટેઇન કરીને સરકારી તંત્ર બહાદુરી દેખાડે છે. પરંતુ કોર્પો.ની સીટી બસમાં હાલત તેના કરતાં પણ ખરાબ હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી.

સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનો હુકમ કરતા કલેકટર તેમજ કમિશ્નરની નજર સામે સિટી બસમાં હાઉસફુલ જેવી સ્થિતિનું દરરોજ નિર્માણ થઈ રહ્યું છે. આ અંગે મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, સિટી – બીઆરટીએસ બસ સિટીની લાઈફ લાઈન છે. લોકો તેનો બહોળી સંખ્યામાં ઉપયોગ કરતા હોય છે. ત્યારે મનપા દ્વારા આ માટે કામ કરતી એજન્સીને સૂચના આપી છે કે, મર્યાદા કરતા વધુ પેસેન્જર બેસાડે નહીં. પરંતુ લોકોને પણ ઉતાવળ હોવાથી આવા દ્રશ્યો સર્જાતાં હોય છે. જેને લઈને પીકઅવરમાં શક્ય તેટલી બસો વધારી શકાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ગઈકાલથી જ બીઆરટીએસ રૂટ ઉપર બે બસો વધારવામાં આવી છે. જરૂર પડ્યે સિટીબસોમાં પણ બસની સંખ્યા વધારવામાં આવશે.ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીને લઇને સંકટ યથાવત જાેવા મળી રહ્યું છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે એક તરફ મનપા તંત્ર દ્વારા ગાઈડ લાઇન્સનો ચુસ્તપણે પાલન કરતા હોવાનું જાહેર કરવામાં આવે છે જયારે બીજી તરફ મનપાનાં નાક નીચે સિટી બસમાં માસ્ક – સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં બધા નિયમોનો ઉલાળીયો થતો હોવાના વિડીયો સામે આવ્યો છે. આ અંગે મ્યુનિ.કમિશનર અમિત અરોરાને પૂછતાં તેમણે કડક પગલાં લેવાને બદલે પીકઅવરમાં બે બસો વધારવામાં આવી હોવાનો લુલો બચાવ કર્યો હતો.

Follow Me:

Related Posts