fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજસ્થાની મુસ્લિમ પરિવાર સમગ્ર સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફરી વળ્યો

હાલમાં રાજસ્થાનનાં બાડમેર જિલ્લાના ખોબા જેવડા ગામ તિલવાડાનાં રહેવાસી આર્થિક રીતે પછાત એવા મુસ્લિમ મીર પરિવારનાં ચાર ભાઈઓ સૌરાષ્ટ્રનાં  પ્રવાસે છે. આ પ્રવાસ અંતર્ગત આ મીર બ્રધર્સ સાવરકુંડલા સ્થિત સનરાઈઝ સ્કૂલની મુલાકાતે આવ્યા અને બે દિવસ રોકાઈને ખુમાણ પરિવારની મહેમાનગતિ માણી. આ મીર ભાઈઓએ રાજસ્થાની રસોઈ પણ ચખાડી ને કાઠિયાવાડી વાનગીઓનો પણ સ્વાદ માણ્યો.

અત્રે ખાસ વિશિષ્ઠ બાબત એ છે કે, આ મુસ્લિમ ભાઈઓ માતાજીના ગરબા અને સ્તુતિ એટલી આસ્થા અને શ્રદ્ધાથી ગાય છે કે હિંદુ મુસ્લિમ તમામ ભેદ ભાંગીને ભુક્કો થઈ જાય છે. આ ઉપરાંત દેશપ્રેમનાં ગીતોમાં પાકિસ્તાનને લલકારીને કાશ્મીર સામે આંખ પણ માંડવા સામે જુસ્સા ભેર એ દુશ્મન દેશને લલકારી ને વીર રસથી ભરપૂર ગીતો સંભળાવે છે ત્યારે સાંભળનારના રૂવાડા પણ ઊભાં થઈ જાય છે.

વીર યોધ્ધા મહારાણા પ્રતાપની વીરતાની અદભૂત વાતો રોમાંચિત કરી દે છે. આ મીર બ્રધર્સનાં સૌથી મોટાભાઈ નીજામખાં મીર જણાવે છે કે અમે આખો પરિવાર માતાજીના ગરબા ગાઈએ છીએ એટલે અમારા પરિવારમાં એકપણ સભ્ય માંસ,મટન,મદિરા કે મચ્છી ને ક્યારેય હાથ પણ લગાડ્યો નથી.
આ મુસ્લિમ મીર ભાઈઓને ગાતા સાંભળવા એ એક લહાવો છે.

આપણું હિન્દુસ્તાન કે જેનો સર્વ ધર્મ સમભાવ મૂળ પાયો છે તેને આવા રાજસ્થાની મુસ્લિમ પરિવારો વધુને વધુ મજબૂત બનાવે છે. મીર બ્રધર્સની દેશપ્રત્યે ની ભાવના ને બિરદાવવા કાર્યક્રમમાં અમરેલી ડી.વાય.એસ.પી.શ્રી એ.જી.ગોહિલ, સાવરકુંડલા ડી.વાય.એસ.પી શ્રી હરેશ વોરા, સિટી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સાર્થક સોની, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સિસોદિયા ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts