મોદી સાંજે રાજસ્થાન અને દિલ્હીમાં ધૂળની ડમરીઓ અને વરસાડી ઝાપટા વાળો વતાવર્ણનો પલટો જોવા મળ્યો હતો. જેના કારણે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં વૃક્ષો પડી ગયા હતા. આ દરમિયાન વૃક્ષો પડવાના કારણે બે લોકોનાં મોત થયા હતા. ભારે વાવાઝોડાના કારણે અનેક ઇમારતોને પણ નુકસાન પહોંચ્યા હતા. વાવાઝોડાને કારણે કૂલ અકસ્માતોની સંખ્યા વધી અને ૨૩ કરતા વધારે લોકો ઘાયલ થયા હતા. વાવાઝોડું ૫૦-૭૦ કિલોમીટર પ્રતિ કલાક વચ્ચે નોંધાઇ હતી.
દિલ્હી એરપોર્ટના સુત્રો અનુસાર ખરાબ હવામાનના કારણે ૯ ફ્લાઇટને જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી. રસ્તાઓ પર વૃક્ષો પડવાના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે. રસ્તા પર વૃક્ષો પડી જવાના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે. પોલીસ વિભાગના અનુસાર વૃક્ષો પડવાના કારણે ૧૫૨, ઇમારતોને નુકસાન સંબંધિત ૫૫ અને પાવર કટ સંબંધિત ૨૦૨ થી વધારે ઘટનાઓ સામે આવી હતી.
તોફાન અને વરસાદના કારણે દિલ્હી એનસીઆરમાં વધતા તાપમાનથી લોકોને રાહત મળી છે. શનિવાર સવારથી જ વાતાવરણમાં આહ્લાદક બન્યું હતું. લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. શનિવાર- રવિવારની રજાઓ હોવાના કારણે લોકોએ આજના વાદળ છાયા વાતાવરણનો પણ આનંદ ઉઠાવ્યો હતો. ભારતીય હવામાન વિભાગ દ્વારા શનિવારે દેશના ૧૩ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું હતું. દિલ્હી, ઉત્તરપ્રદેશ, રજાસ્થાન, ઉતરાખંડ, તમિલનાડુ, મેઘાલય અને કેરળમાં વરસાદની વાતાવરણની વાત કરી હતી.
વૈજ્ઞાનિક અને પ્રાદેશિક હવામાન કેન્દ્રના વડા કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, નવા સક્રિય પશ્ચિમી વિક્ષેપને કારણે શુક્રવારે મોડી રાત્રે દિલ્હીમાં ઝરમર વરસાદ પડશે. શનિવાર અને રવિવારે વરસાદની શક્યતા વધુ છે. હવામાન કચેરીએ શનિવારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી છે અને મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે ૩૯ અને ૨૯ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.
Recent Comments