fbpx
રાષ્ટ્રીય

રાજસ્થાન: પિકઅપ પલટતા એક જ પરિવારના 9 લોકોના મોત, સીએમ ગહેલોતે દુખ વ્યક્ત કર્યુ

રાજસ્થાનના ઝુંઝુનૂં જિલ્લાના ગુઢાગૌડજીમાં રોડ અકસ્માતમાં મૃતકોની સંખ્યા 9 થઇ ગઇ છે. બીડીકે હોસ્પિટલમાં દાખલ કરાયેલા એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. 

મુખ્યમંત્રી અશોક ગહેલોતે ટ્વીટ કરીને દુખ વ્યક્ત કરતા કહ્યુ, ઝુંઝુનૂના ગુઢા ગૌડજી વિસ્તારમાં રોડ અકસ્માતમાં 8 લોકોના મોત અત્યંત દુખદ છે. શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે મારી સંવેદના, ઇશ્વર તેમણે આ આઘાત સહન કરવાની શક્તિ આપે અને સ્વર્ગીયની આત્માને શાંતિ આપે. દુર્ઘટનામાં ઘાયલ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરૂ છુ.

સ્ટેટ હાઇવે નંબર 37 પર લીલો કી ઢાણી પાસે આ દૂર્ઘટના પિકઅપ પલટવાથી થઇ હતી. આ દૂર્ઘટનામાં 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એક ઘાયલે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. પિકઅપમાં સવાર 9 ઘાયલોની સારવાર ચાલુ છે. દૂર્ઘટના જે પરિવાર સાથે થઇ તે ખેતડીના બડાઉ વિસ્તારના હીરો કી ઢાણીનો હતો. આ પરિવાર લોહાર્ગલ ધામમાં પૂજા બાદ ઘરે પરત ફરતો હતો ત્યારે ફુલ સ્પીડમાં જતી પિકઅપ પલટી મારી ગઇ હતી. મૃતકોમાં બે બાળક, એક મહિલા અને પાંચ પુરૂષ છે.

Follow Me:

Related Posts