fbpx
બોલિવૂડ

રાજામૌલિએ RRRને ઓસ્કાર માટે એવોર્ડની ૧૪ અલગ-અલગ કેટેગરીનો દાવો કર્યો

ઓસ્કાર એવોર્ડમાં ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે ઇઇઇની પસંદગી થવાની રાજામૌલિની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. પોતાની આ ફિલ્મ ઓસ્કાર એવોર્ડ માટે હકદાર હોવાનું દૃઢપણે માનતા રાજામૌલિ અને ટીમે હવે જનરલ કેટેગરીમાં સબમિશન કર્યું છે. એવોર્ડની ૧૪ અલગ-અલગ કેટેગરીમાં રાજામૌલિએ દાવો કર્યો છે. રાજામૌલિ અને ટીમે રૂ.૫૫૦ કરોડના ખર્ચે ઇઇઇ બનાવી હતી. ફિલ્મે રૂ.૧૨૦૦ કરોડનું કલેક્શન બોક્સઓફિસ પર મેળવ્યું હતું. ફિલ્મની સ્ટોરી, ડાયરેક્શન, એક્ટિંગ સહિત દરેક પાસાની ચારેકોર પ્રશંસા થઈ રહી છે.

તેનાથી પ્રેરાઈને રાજામૌલિ અને ટીમે જનરલ કેટેગરી જેને ફોર યોર કન્સિડરેશન પણ કહેવાય છે, અંતર્ગત કેમ્પેઈન ચલાવ્યું છે. રાજામૌલિને બેસ્ટ ડાયરેક્ટર, જુનિયર એનટીઆર અને રામચરણને બેસ્ટ એક્ટર, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે અજય દેવગણ અને આલિયા ભટ્ટના નામ રજૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ફિલ્મના પોપ્યુલર સોન્ગ નાટુ નાટુના ફૂટ સ્ટેપ્સને સોન્ગ કેટેગરી માટે નોમિનેટ કરવાની માગણી છે. આ ઉપરાંત બેસ્ટ ઓરિજિનલ સ્ક્રિનપ્લે, બેસ્ટ કોશ્ચ્‌યુમ ડિઝાઈન, બેસ્ટ સાઉન્ડ, બેસ્ટ એડિટિંગ, મેકઅપ જેવી વિવિધ કેટગરીમાં ફિલ્મને એવોર્ડ માટે રજૂ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts