રાજુલાના વેવરા ગામે છોટાહાથીમાં અર્ધા લાખના સરકારી અનાજ સાથે ધંધાર્થી ઝડપાયો
રાજુલા તાલુકાના વાવરા ગામે જાહેર વિતરણ વ્યવસ્થાના ઘઉં, ચોખા ગેરકાયદેસર ૧૦ ગુણી ઘઉં, ચોખાની ૫૦ કિ.ની. ભરતીના તથા છોટા હાથી મળી પિયા ૪૮,૦૨૫નો જથ્થો સીઝ કરેલ છે.રાજુલા તાલુકાના વાવેરા ગામેથી એક જાગૃત નાગરિક દ્વારા પ્લાસ્ટિકની વસ્તુના બદલામાં જાહેર વિતરણ વ્યવસ્થાના રેશનકાર્ડ જથ્થો ઘઉં અને અને ચોખાનો કાળો કારોબાર થતાં હોવાની જાણ થતાં રાજુલા મામલતદાર ગઢિયા પુરવઠા નાયબ મામલદાર ચાવડા તથા સ્ટાફનો કાફલો વાવેરા ગામે દોડી ગયા હતા.
Recent Comments