રાજુલા તાલુકાના ચાંચબંદર ગામે આગામી 98 વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાના કોળી સમાજના આગેવાનો દ્વારા જાહેર મિટિંગ યોજાઈ
આ મીટિંગ અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જિલ્લા પ્રમુખ કરણભાઈ બારૈયા ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ હતી
રાજુલા તાલુકાના ચાચ બંદર ગામે કોળી સમાજ ની આગામી 98 વિધાનસભાની ચૂંટણી ને ધ્યાનમાં રાખીને રાજુલા જાફરાબાદ તાલુકાના આગેવાનો અને કાર્યકરો ની મિટિંગ યોજાઈ હતી જેમાં અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જિલ્લા પ્રમુખ કરણભાઈ બારૈયાના ચાચ બંદર ગામના લોકો દ્વારા ઘોડી ઉપર સામયા કરવામાં આવ્યા હતા….
ત્યારે ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ વિશેષ મહેમાન તરીકે અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જિલ્લા પ્રમુખ કરણભાઈ બારૈયા તેમજ વિશ્વહિન્દુ પરીચદ બજરંગ પ્રમુખ અને જાફરાબાદ કોળી સમાજ પટેલ મનહરભાઈ બારૈયા. સમસ્ત કોળી સમાજ ઓફિસ સંચાલક સંજયભાઈ બાભણિયા. જાફરાબાદ કોળી સમાજ અગ્રણી બાલાભાઈ સાખટ લોઠપુર. કમલેશભાઈ બારૈયા. હરેશભાઈ. કાનતા. ભાણાભાઈ મુજીયાસર. ગીરીબાપુ રાજુલા. આતાભાઈ આહિર. મહાકાળી ટ્રસ્ટ મહિલા પ્રમુખ મંજુબેન ગુજરારીયા. તેમજ રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાના કોળી સમાજના આગેવાનો કાર્યકર્તાઓ મહિલા મંડળ તેમજ જુદા જુદા સંગઠનો દ્વારા કરણભાઈ બારૈયા ને આગામી વિધાનસભાની ચૂંટણીમાં જાહેર સમર્થન આપ્યું હતુંAttachments area
Recent Comments