અમરેલી

રાજુલા તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રોમાંસંચાલક, રસોઈયા અને મદદનીશોની આવશ્યક્તા

તા.૨૧-મે સુધીમાં રાજુલા મામલતદાર કચેરીને અરજી કરવી

 રાજુલા તાલુકાના ઉચૈયા, ખેરા, ખેરાખોખરી, રાજુલા કન્યા શાળા નંબર ૩, મોડેલ સ્કૂલ રાજુલા સહિતની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન કેન્દ્રોમાં સંચાલકની નિમણુક કરવામાં આવશે. તે. ઉપરાંત મોટા અગરિયા, ઉચૈયા, ઝાંપોદર, ડોળીયા, પીપાવાવ, બારપટોળી અને મજાદર સ્થિત પ્રાથમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન કેન્દ્રોમાં રસોઈયાઓની જરુર છે. ઉચૈયા, ઝાંપોદર, પીપાવાવ, મજાદર, રાભડા, ભેરાઇ ખાતેના મધ્યાહ્ન ભોજન કેન્દ્રોમાં મદદનીશોની આવશ્યક્તા છે. આથી આ તમામ જગ્યાઓ પર રસ ધરાવતા હોય તેઓએ તેમની અરજી આગામી તા.૨૧ મે – ૨૦૨૨ ને શનિવારના રોજ બપોરે ૨ વાગ્યા સુધીમાં રાજુલા મામલતદાર કચેરીની રજિસ્ટ્રી શાખા ખાતે જમા કરાવવી. વધુ માહિતી માટે રાજુલા મામલતદાર કચેરીનો સંપર્ક કરવો.

Follow Me:

Related Posts