રાજુલા તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક-રસોઈયા-મદદનીશની આવશ્યકતા
—
અમરેલી તા.૨૩ જૂન, ૨૦૨૨ (ગુરુવાર) રાજુલા તાલુકાની વિવિધ શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકો, રસોઈયા, તેમજ મદદનીશની આવશ્યક્તા છે. રાજુલા તાલુકાના મોટા અગરીયા પ્રાથમિક શાળા, ઉચૈયા પ્રાથમિક શાળા, ખેરા પ્રાથમિક શાળા, મોટી ખેરાળી પ્રાથમિક શાળા, છાપરી પ્રાથમિક શાળા, ઝાંપોદર પ્રાથમિક શાળા, દાંતરડી પ્રાથમિક શાળા, ધારેશ્ર્વર પ્રાથમિક શાળા, નવી બારપટોળી પ્રાથમિક શાળા, ભચાદર પ્રાથમિક શાળા, રાજુલા ગામે કન્યા શાળા નં.૧, સંઘવી શાળા નં.-૪ પ્રાથમિક શાળા તથા મોડેલ સ્કુલ રાજુલા, વડલી પ્રાથમિક શાળા, વિસળીયા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રના રસોઈયાની નિમણૂંક કરવામાં આવશે.
આ ઉપરાંત, નવા અગરીયા પ્રાથમિક શાળા, ઉચૈયા પ્રાથમિક શાળા, ખેરા પ્રાથમિક શાળા, મોટી ખેરાળી પ્રાથમિક શાળા, ચાંચ પ્રાથમિક શાળા, છાપરી પ્રાથમિક શાળા, ઝાંપોદર પ્રાથમિક શાળા, ડોળીયા પ્રાથમિક શાળા, ભચાદર પ્રાથમિક શાળા, રાજુલા કુમાર શાળા નં ૨, રાજુલા કન્યા શાળા નં.૧, સંઘવી શાળા નં.-૪ પ્રાથમિક શાળા તથા મોડેલ સ્કુલ રાજુલા, રાભડા પ્રાથમિક શાળા, રામપર-૨ પ્રાથમિક શાળા, વડલી પ્રાથમિક શાળા, વાવેરા પ્રાથમિક શાળા, ભેરાઈ ગામની દેવપરા (ભેરાઈ) પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રના મદદનીશોની જરૂરિયાત છે. વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રમાં જે – તે જગ્યા માટે રસ ધરાવતા ઉમેદવારોએ તા.૨૮-૦૬-૨૨ના બપોરે ૨ વાગ્યા સુધીમાં મામલતદાર કચેરી, રાજુલાની રજિસ્ટ્રી શાખાને અરજી રજૂ કરવાની રહેશે. આ અંગેની વધુ વિગતો માટે મામલતદાર કચેરી, રાજુલાનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે
Recent Comments