fbpx
અમરેલી

રાજુલા થી અયોધ્યા જતી આસ્થા સ્પેશ્યલ ટ્રેનને સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે સાવરકુંડલાના રાજકીય  અગ્રણીઓ તથા સંતો દ્વારા રામ ભક્તોને વિદાય આપવામાં આવી.

આજરોજ તારીખ ૨૧ ફેબ્રુઆરીના રોજ બપોરે બે કલાક અને દસ મિનિટે રાજુલા થી અયોધ્યા તરફ જતી આસ્થા સ્પેશ્યલ ટ્રેન સાવરકુંડલા રેલવે સ્ટેશને આવી પહોંચી હતી જેમાં  સાવરકુંડલાના  ૭૯ જેટલા રામભક્તો તેમજ ચલાળા, બગસરા, ધારીના મુસાફરો સાવરકુંડલા રેલવે સ્ટેશનેથી અયોધ્યા રામ દર્શનાર્થે જવા આ ટ્રેનમાં સવાર થયાં. અયોધ્યા જઈ રહેલા આ તમામ રામભક્તોને વિદાય આપવા માનવમંદિરના પૂ ભક્તિરામબાપુ, કુંડલપુર હનુમાનજી મંદિરના મહંત પૂ કરશનગિરિબાપુ અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા કેશુભાઈ વાઘેલા અને ચલાલાથી કોકિલાબેન કાકડીયા ઉપસ્થિત રહ્યા હતા.

સાવરકુંડલા શહેરથી અયોધ્યા જવા રવાના થયેલ રામભક્તોની જવાબદારી સાવરકુંડલાના રામભક્ત સતીષ પાંડે દ્વારા સંભાળવામાં આવી છે…આમ ગણીએ તો સતીષ પાંડે પોતે અયોધ્યાથી ઘણા પરિચિત હોય સાથે જનારા રામભક્તોને અયોધ્યા તેમજ આસપાસના વિસ્તારોમાં ધાર્મિક સ્થળોના દર્શન કરવામાં લગભગ કોઈ અગવડ નહીં પડે એવું લાગે છે. પ્રસ્તુત તસવીરમાં વિદાય આપી રહેલા રાજકીય અગ્રણીઓ સંતો.. તેમજ રેલવે કંપાર્ટમેન્ટમાં રામભકતો પણ જોવા મળે છે.. રામભક્તો અયોધ્યા જવા રવાના થયા છે એનાં હ્રદયનો આનંદ પણ એક તસવીરમાં જોઈ શકાય છે

Follow Me:

Related Posts