અમરેલી

રાજુલા બીજેપી મહિલા મોરચા દ્વારા મહામૃત્યુંજય મંત્ર જાપ કરવામાં આવ્યા

રાજુલા શ્રી ધારનાથ મહાદેવ મંદિર ખાતે રાજુલા બીજેપી મહિલા મોરચા દ્વારા મહામૃત્યુંજય મંત્ર જાપ કરવામાં આવ્યા હતા.

રાજુલા શ્રી ધારનાથ મહાદેવ મંદિર ખાતે રાજુલા બીજેપી મહિલા મોરચા દ્વારા મહામૃત્યુંજય મંત્ર જાપ કરવામાં આવ્યા હતા. દેશના પ્રધાન સેવક મોદીની પંજાબ મુલાકાત દરમ્યાન થયેલા બનાવ પછી ભારતમાં દરેક જગ્યાએ નરેન્દ્ર મોદીનાં દીર્ઘાયુષ્ય માટે મહામૃત્યુંજય જાપ કરવામાં આવી રહ્યા હોય, રાજુલામાં પણ બીજેપી મહિલા મોરચા દ્વારા શ્રી ધારનાથ મહાદેવ મંદિર ખાતે મહામૃત્યુંજય મંત્ર જાપ કરવામાં આવ્યાં હતાં જેમાં ગૃપ આગેવાન વંદનાબહેન મહેતા, ભાવનાબેન બાંભણિયા, અર્ચનાબેન જોશી તથા ડો. ભાવનાબેન કળસરિયા સહિત બહેનો ગૃપમાં જોડાઈ મંદિરમાં મંત્ર જાપ કરવામાં આવ્યાં હતાં. મહિલા મોરચા દ્વારા શહેરમાં અનેક કાર્યક્રમો થાય છે, દેશના હિતમાં કાર્ય કરતા વડાપ્રધાન માટે જાપ અને પુજા દ્વારા દીર્ઘાયુષ્ય માટે મહામૃત્યુંજય મંત્ર જાપ કર્યા હતાં.

Related Posts