fbpx
અમરેલી

રાજુલા શહેરમાં શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ

રાજુલા શહેરમાં ગોપી સત્સંગ મહિલા મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો છે.

રાજુલા શહેરમાં કૃષ્ણનગર સોસાયટીમાં આવેલી લેઉવા પટેલ સમાજ વાડી ખાતે ગોપી સત્સંગ મહિલા મંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થયો છે. ધારનાથ સોસાયટીમાં આવેલ ધારનાથ મહાદેવ મંદિરેથી પોથીયાત્રા કાઢવામાં આવી હતી અને પોથીયાત્રાને અબીલ ગુલાલ કંકુ છાંટીને પધરામણી કરવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષથી ગોપી સત્સંગ મહિલા મંડળ ચાલી રહ્યું છે ત્યારે આ ધાર્મિક કાર્યની શરૂઆત થતા રાજુલા શહેરની ધર્મપ્રેમી જનતાઓએ શ્રીમદ ભાગવત કથાનો શ્રવણનો લાભ મોટી સંખ્યામાં લઇ રહ્યા છે. કથા શ્રવણનો સમય બપોરના 3 વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીનો છે. ઉલ્લેખનીય છે કે ગોપી સત્સંગ મહિલા મંડળ ફક્ત શિક્ષક સોસાયટીઓ દ્વારા ચાલતું આ મહિલાઓનું મંડળ એટલે ગોપી સત્સંગ મહિલા મંડળ. ભગવત કથા શ્રવણ દરમ્યાન અલગ અલગ દિવસે પાવન પ્રસંગો રજૂ કરવામાં આવશે. શ્રીમદ ભાગવત કથાનો વિરામ તારીખ ૯ મી જાન્યુઆરીના રોજ થશે. ત્યારે શ્રીમદ ભાગવત કથા શ્રવણનું લાભ વધુને વધુ લોકો લે માટે સત્સંગ મંડળ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts