રક્તદાતાઓએ ૧૦૧ બોટલનું પ્રેરણાદાયક રક્તદાન કર્યું
રક્તદાન મહાદાન અંતર્ગત આજે રાજુલાની સરકારી હોસ્પિટલ ખાતે ૩૩મો મહારક્તદાન કેમ્પ શહીદોને શ્રદ્ધાંજલિ નિમિતે સદભાવના ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આજે ૪૦મી વખત સંજયભાઈ મકવાણા દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. આ આયોજન ૩૩મી વખત પ્રેરણાદાયક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સદભાવના ગ્રૂપના મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. તે સૌ મિત્રોનું સન્માન શહેરના અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ ધાખડા દ્વારા કરવામાં આવ્યું હતું અને આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
Recent Comments