fbpx
ગુજરાત

રાજ્યનાં ૩૩ જિલ્લામાં રેડ એલર્ટ ખતરનાક વરસાદી સિસ્ટમ ગુજરાતથી માત્ર ૧૫૦ કિમી દૂર ઈંચમાં નહીં પણ ફૂટમાં વરસાદના એંધાણ

ગુજરાતમાં હાલ સીઝનમાં અત્યાર સુધીની રાજ્યી સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. સીઝનમાં પ્રથમ વખત રાજ્યના ૩૩ માંથી ૩૩ જિલ્લાઓમાં વરસાદને લઇ રેડ અલર્ટ જાહેર કરાયું છે. વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. આજે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓના રેડ અલર્ટ છે. અમદાવાદમાં આજે ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. તો કચ્છ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે રેડ અલર્ટ છે. દક્ષિણ ગુજરાતમાં આજે રેડ અલર્ટ છે. ઉત્તર ગુજરાતમાં વરસાદને લઇ યેલો અલર્ટ અપાયુ છે. તો મધ્યગુજરાતના ખેડા, પંચમહાલ, દાહોદ અને આણંદમાં રેડ અલર્ટ છે. મધ્ય ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં અસાધારણ વરસાદની આગાહી કરાઈ છે. ગત ગુજરાતમાં ૨૪ કલાકમાં ટંકારામાં સૌથી વધુ ૧૪ ઇંચ વરસાદ છે.

વડોદરા સહિત ૧૦ જિલ્લામાં ૧૨ ઇંચથી વધુ ખાબક્યો. હવામાન વિભાગના અપડેટ અનુસાર, ખતરનાક વરસાદી સિસ્ટમ ગુજરાતથી માત્ર ૧૫૦ કિમી દૂર છે. આવામાં ખરેખર ઈંચમાં નહીં પણ ફૂટમાં વરસાદના એંધાણ છે. કમ કે, આ સિસ્ટમ જ્યાંથી પસાર થઈ ત્યાં ભયંકર પૂર અને ઘાતક સ્થિતિ સર્જાઈ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશમાં જ્યાંથી સિસ્ટમ પસાર થઈ ત્યાં ભયંકર સ્થિતિ સર્જાઇ છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, હજુ પણ વધારે ભયંકર વરસાદ આવશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ૧૫ ઈંચથી વધારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આગામી ૩૬ કલાક ગુજરાત માટે ભારે વરસાદનો ખતરો છે.

અમદાવાદ, ભાવનગર, આણંદ અને વડોદરામા સિસ્ટમ સક્રિય છે. રાજ્યમાં વર્તમાન વરસાદની સ્થિતિ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે કહ્યુ કે, ૩૦ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આવી સ્થિતિ યથાવત રહેશે. ૨૮ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમા ૨૮ ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડશે. મધ્ય ગુજરાતમાં ૬ થી ૮ ઇંચ, ઉત્તર ગુજરાતમાં ૨ થી ૬ ઈંચ વરસાદ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ૨ થી ૪ ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. ફરી ૩૦ થી ૩૧ ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. સપ્ટેમબર મહિનામાં પણ સારો વરસાદ રહેવાની આગાહી છે.

૨ થી ૧૦ સપ્ટેમ્બર ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. ૧૨ થી ૧૫ સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની વરસાદને મોટી આગાહી કરી છે. તેમણે ગુજરાતમાં હજુ પણ વધારે ભયંકર વરસાદ આવશે તેવી આગાહી કરી છે. અમદાવાદ, ભાવનગર, આણંદ અને વડોદરામાં સિસ્ટમ સક્રિય થઈ છે. આજે અને આવતીકાલે બે દિવસ મેઘતાંડવની આગાહી કરી છે. અમુક વિસ્તારમા ૧૫ ઇંચથી વધારે વરસાદ વરસવાની આગાહી છે. આગામી ૩૬ કલાક ગુજરાત માટે ભારે વરસાદનો ખતરો રહેશે. તેમણે કહ્યું કે, ડીપ્રેશન વધુ સ્ટ્રોંગ બન્યું છે, જેની અસરથી આવનારા ૩૬ કલાકમાં ગુજરાતના અનેક જિલ્લામાં મેઘ તાંડવ થશે. ભારેથી અતિ ભારે વરસાદ પડશે, સાવધાન રહેજાે.

Follow Me:

Related Posts