જિલ્લાના લાઠી તાલુકામાં ગાગડિયો નદી પર લુવારિયા ચોકડી પાસેના ચેકડેમ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને પૂર્વ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિન્દની ગરિમામય ઉપસ્થિતિમાં ચેકડેમનું ખાતમુહૂર્ત અને ભૂમિ પૂજન યોજાશે. તા.૨૬ માર્ચ, ૨૦૨૩ ને રવિવારના રોજ યોજાનારા આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના સંબંધિત અધિકારીશ્રીઓની એક બેઠક યોજવામાં આવી હતી.
નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા સંબંધિત અધિકારીશ્રીઓને જરુરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. કાર્યક્રમના પ્રોટોકોલ સહિતની જરુરી વ્યવસ્થા માટે લાયઝન અધિકારીશ્રીની નિમણુક તેમજ સુરક્ષા સહિતની વિગતોની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી. જ્યારે આજરોજ પ્રાંત કચેરી લાઠી ખાતે પ્રાંત અધિકારીશ્રી ટાંકના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી દ્વારા પ્રાંત સ્તરે કાર્યક્રમની સમીક્ષા કરી વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓને જરુરી સૂચનાઓ આપવામાં આવી હતી.
Recent Comments