હાલ શાળાઓના મોટા ભાગના વર્ગોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થઈ ગયું છે અને તેઓને જે ખર્ચ આવી રહ્યો છે તે અગાઉની ફીના પ્રમાણમાં જ આવી રહ્યો છે. આથી જે કોરોના કાળ પહેલાંના સમયમાં હતો તે મુજબનો ૧૦૦ ટકા ખર્ચ શાળાઓ કરી રહી છે. કોરોના કાળમાં જે તે વખતે અમુક અભ્યાસ સંલગ્ન પ્રવૃત્તિઓ અને શાળાની માળખાકીય પ્રવૃત્તિઓ બંધ થવાને કારણે ખર્ચ ઘટ્યો હતો, તેથી ફી ઓછી કરવામાં આવી હતી, પણ હવે તેવું નથી. આ તરફ શિક્ષણ વિભાગે અગાઉ ડિસેમ્બર માસથી ૧થી ૫ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા અંગે જે સંકેત આપ્યા હતા, તેમાં હાલ પૂરતી બ્રેક વાગી છે. રાજ્યમાં થોડા સમયથી કોરોનાના કિસ્સા વધવાના શરૂ થતાં હાલ શિક્ષણ વિભાગ આ માટે વિચારણા કરવા વધુ સમય લઈ શકે છે. જાેકે બાળકોમાં સંક્રમણનું પ્રમાણ ઘણું ઓછું છે તેવું એક તારણ પણ વિભાગના ધ્યાને છે, જેથી આ અંગેનો ર્નિણય ઉતાવળમાં નહીં લેવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છેકોરોનાને કારણે શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ કાર્ય કરાવાતું હોવાથી શાળાઓની ફીમાં ઘટાડો કરવા બાબતે વાલીઓએ માગ કરી હતી. જે તે વખતે સરકારે ચાલુ શૈક્ષણિક વર્ષમાં ૨૫ ટકા સુધીના ઘટાડાની જાહેરાત કરી હતી. જાેકે હવે દિવાળી પછી શરૂ થતાં સત્ર માટે રાજ્ય સરકાર ફીમાં કાપ ન મૂકવા અંગે વિચારણા કરી રહી છે. શાળાઓમાં શિક્ષણ કાર્ય ઓનલાઇન ચાલે કે ઓફલાઇન, પરંતુ હવે શાળાઓને ફીમાં ઘટાડો કરવા માટે જણાવાશે નહીં તેમ શિક્ષણ વિભાગના સૂત્રો જણાવે છે.
રાજ્યમાં ધો.૧ થી ૫ના વર્ગો ઓફલાઈન ચાલુ કરવા કે નહીં તેને લઈને અવઢવ

Recent Comments