fbpx
રાષ્ટ્રીય

રાજ્યસભામાં વિદાય ભાષણ આપતા આઝાદ ભાવુક થયા હિન્દુસ્તાની મુસલમાન હોવાનો મને ગર્વ છેઃ આઝાદ

હું એ નસીબદાર લોકોમાંથી છું જે ક્યારેય પાકિસ્તાન નથી ગયો

રાજ્યસભામાં આજે સાંસદ ગુલામનબી આઝાદ સહિત ચાર સાંસદોનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોજીએ મંગળવારે ગૃહમાં ફેરવેલ સ્પીચ આપી. પ્રધાનમંત્રી તેમની પ્રશંસા કરીને રાજ્યસભામાં ભાવુક થઈ ગયા. વળી, પોતાના વિદાય ભાષણમાં કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદ પણ આંખોમાંથી આંસુ ન રોકી શક્યા. તેમણે કહ્યુ કે હું એ સૌભાગ્યશાળી લોકોમાંથી છુ જે ક્યારેય પાકિસ્તાન નથી ગયા. તેમણે ગૃહમાં જણાવ્યુ કે જ્યારે હું પાકિસ્તાનની પરિસ્થિતિઓ વિશે વાંચુ છુ તો મને એક હિંદુસ્તાની મુસ્લિમ હોવા પર ગર્વ અનુભવાય છે.
રાજ્યસભામાં પીએમ નરેન્દ્ર મોદી બાદ કોંગ્રેસ સાંસદ ગુલાબ નબી આઝાદ પણ ભાવુક થઈ ગયા. વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદે પોતાના કાર્યકાળના છેલ્લા દિવસે કહ્યુ કે મને હિદુસ્તાની મુસલમાન હોવા પર ગર્વ છે. તેમણે કહ્યુ કે હું એ સૌભાગ્યશાળી લોકોમાંથી છુ જે ક્યારેય પાકિસ્તાન નથી ગયા. તેમણે ગૃહમાં જણાવ્યુ કે જ્યારે હું પાકિસ્તાનની પરિસ્થિતિઓ વિશે વાંચુ છુ તો મને એક હિંદુસ્તાની મુસ્લિમ હોવા પર ગર્વ અનુભવાય છે. ત્યારબાદ આઝાદ બોલતા-બોલતા ભાવુક થઈ ગયા. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તેમના વિદાય ભાષણમાં પ્રશંસા કરતા ભાવુક થઈ ગયા હતા.

Follow Me:

Related Posts