અમરેલી

રાજ્ય અને કેન્દ્ર સરકારની આરોગ્ય સેવાઓને જન-જન સુધી પહોંચાડવાનો અભિગમ

 સ્વસ્થ નાગરિક અને સ્વસ્થ સમાજ એ રાષ્ટ્રની સૌથી મોટી મૂડી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્યલક્ષી અસરકારક કામગીરી અને સ્વાસ્થ્યને લગતી કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે રાજયનો આરોગ્ય વિભાગ સતત કાર્યરત છે.અમરેલી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યા છે.  મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજનાનું પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) માં રૂપાંતરણ થયું છે. જિલ્લામાં ૭,૯૧,૬૦૧ કાર્ડ કાઢવામાં આવ્યા છે. પરિવારદીઠ રુ.૫ લાખની સહાય વધારીને રુ.૧૦ લાખ સુધીની આરોગ્ય સુવિધા લોકોને વિનામૂલ્યે મળી રહેશે. જિલ્લામાં ૬૦ આરોગ્ય કેન્દ્રો ખાતે, KIOSK સેન્ટર ખાતે આ કાર્ડ કાઢવાની કામગીરી શરુ છે. ચાલુ વર્ષ દરમિયાન ૧૭,૪૦૭ નાગરિકોને રુ.૩૩.૨૦ કરોડના ખર્ચે આ યોજનાનો લાભ આપવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અન્વયે વર્ષ ર૦ર૩-ર૦૨૪માં અમરેલી જિલ્લામાં ૬,૬૮૫ લાભાર્થીઓને રુ.૩,૩૪,૨૫,૦૦૦(ત્રણ કરોડ,ચોત્રીસ લાખ પચ્ચીસ હજાર)ની ચૂકવણી કરવામાં આવી છે.  જનની સુરક્ષા યોજના અંતર્ગત ૫,૦૮૨ લોકોને રુ.૩૨,૯૯,૬૦૦ સહાય ચૂકવવામાં આવી છે, કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત ૪,૬૯૭ લાભાર્થીઓને રુ.૨,૮૧,૬૪,૦૦૦ સહાય ચૂકવવામાં આવી છે. નિરામય ગુજરાત અંતર્ગત બિનચેપી રોગોનું સ્ક્રિનીંગ કરવામાં આવતા ૭,૪૧,૧૩૨ નાગરિકોએ તેનો લાભ મેળવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૧,૮૦,૩૯૪ આયુષમાન ભારત હેલ્થ એકાઉન્ટ (આભા) કાર્ડ કાઢવામાં આવ્યા છે.  વર્ષ ૨૦૨૩-૨૦૨૪ દરમિયાન હાથસણી, સોનારીયા, અમૃતવેલ, ડાંગાવદર અને હડાળા સબ સેન્ટરના નવા ભવનોનું નિર્માણ થયું છે. ખંભાળા પી.એચ.સી તથા ૧૫ સબ સેન્ટરના નવા બિલ્ડીંગ બનાવવા માટેનું ખાતમુહૂર્ત થયું છે.

Related Posts