fbpx
બોલિવૂડ

રાજ કુંદ્રાએ નગ્ન ઓડિશન આપવા કહ્યું હતુંઃ સાગરિકા શોના સુમનનો આરોપ

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ઘરપકડ બાદ તેના જૂના કાંડ અને વિવાદ બહાર આવી રહ્યા છે. રાજ કુંદ્રાની સોમવાર રાત્રે ધરપકડ થઇ હતી. અશ્લીલ ફિલ્મ બનાવવાના મામલામાં રાજ કુંદ્રાની મુંબઈ પોલીસે ધરપકડ કરી. આ બાદ અભિનેત્રી સાગરિકા શોના સુમનનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં તેણે રાજ કુંદ્રા સામે આરોપ લગાવ્યા છે. જેમાં દાવો કરવામાં આવો છે કે ઓગસ્ટ ૨૦૨૦ માં રાજ દ્વારા નિર્મિત એક વેબ સિરીઝમાં સાગરિકાને રોલની ઓફર કરવામાં આવી હતી.
આ વિડીયો ફેબ્રુઆરી ૨૦૨૧ માં બહાર આવ્યો હતો. સાગરિકાએ આ વિડીયોમાં આરોપ લગાવ્યો હતો, વેબ સિરીઝના રોલ માટે તેને ઓડિશન આપવા કહ્યું હતું. જેમાં ત્રણ લોકોમાં રાજ કુંદ્રા પણ સામેલ હતો અને તેને નગ્ન ઓડિશન આપવા માટે કહેવામાં આવ્યું હતું.

સાગરિકાએ વિડીયોમાં દાવો કર્યો હતો કે, “હું એક મોડલ છું અને ૩-૪ વર્ષથી કામ કરું છું. મને વધારે કામ નથી મળતું. લોકડાઉન સમય મારી સાથે જે બન્યું તે હું શેર કરું છું. ઓગસ્ટ ૨૦૨૦ માં મને કામત જીનો ફોન આવ્યો હતો, તેમણે મને રાજ કુંદ્રાની વેબ સિરીઝમાં કામ કરવાની ઓફર કરી. મેં એણે રાજ કુંદ્રા વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે તે શિલ્પા શેટ્ટીના પતિ છે.”

સાગરિકાએ આરોપ લગાવ્યા, “તેમને મને વેબ સિરીઝની ઓફર આપી. કહ્યું કે જાે હું આમાં જાેડાઈ જઈશ તો નવા મુકામ મને મળશે. અને તેથી હું સહમત થઇ ગઈ. બાદમાં તેમણે મને ઓડિશન માટે કહ્યું, કોરોનાના કારણે મને ઓનલાઈન ઓડિશન આપવા કહ્યું. વિડીયો કોલમાં જ્યારે હું જાેડાઈ ત્યારે મને ન્યુડ ઓડિશન આપવા કહેવામાં આવ્યું. આ સાંભળીને મેં ના કહી દીધી. આ વિડીયોમાં ત્રણ લોકો હતા. જેમાંથી એકનો ચહેરો ઢંકાયેલો હતો. અને એક અન્ય વ્યક્તિ રાજ કુંદ્રા હતો. અને જાે એ આ વસ્તુમાં શામેલ છે તેની ધરપકડ કરવી જાેઈએ.”

ઉમેશ કામત, કુંદ્રાની કંપનીમાં કામ કરી ચૂકેલો છે. તેની ૯ ફેબ્રુઆરીએ મુંબઈ પોલીસે પોર્ન રેકેટ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે મુંબઈ પોલીસે ખુલાસો કર્યો હતો કે કામત એક મોબાઈલ એપ્લીકેશન પર કુંદ્રાનો ઓફીસથી કથિત રીતે ૮ અશ્લીલ વિડીયો અપલોડ કર્યા હતા. તેનું નામ ગહના વશિષ્ઠની ધરપકડ બાદ સામે આવ્યું હતું.

Follow Me:

Related Posts