રાધનપુરમાં ભૂગર્ભ ગટરની કામગીરી ૨૦૧૪માં ફોનિક્ષ લિ. એજન્સીને સોંપવામાં આવી હતી. પરંતુ શહેરમાં કરોડોના ખર્ચે બનેલી ભૂગર્ભ ગટરની કામગીરીથી લોકો સંતુષ્ટ ન થતાં વારંવાર નગરપાલિકામાં ગટર અને ગંદકીને લઈને અનેકવાર ફરિયાદો ઉઠતા રાધનપુર પાલિકા પ્રમુખ કાનજીભાઈ ડી.પરમારે પાણી પુરવઠા બોર્ડ, રાધનપુરને કામગીરી પૂર્ણ કરવા નોટિસ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની ચેમ્બરો તુટી ગઇ છે. અનેક જગ્યાએ પાઈપલાઈનમાં પણ લીકેજ જાેવા મળી રહ્યું છે. પાઈપો હલકી ગુણવત્તાવાળી નાખવામાં આવી છે. પાઈપોમાંથી પાણી બહાર આવતા જાહેરમાં ગંદકી ફેલાઈ રહી છે. મસાલી રોડ, રવીધામ પોસ્ટ ઓફિસ નજીક, મહાજન વાડા સહિતના વિસ્તારોમાં ગંદકીને કારણે આરોગ્ય વિષયક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પમ્પિંગ સ્ટેશનો બિલકુલ ચાલુ કરવામાં આવ્યા નથી. આમ કામગીરી પૂર્ણ કરવા માટે અનેકવાર લેખિતમાં નોટિસો આપી છે પરંતુ પાણી પુરવઠા બોર્ડ દ્વારા કામ પૂર્ણ કરાયું નથી. સાથે જ જાે કામ નહીં થાય તો પાણી પુરવઠા કચેરી સામે ગાંધીચિંધ્યા માર્ગે ઉતરી ધરણા કરવા ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.રાધનપુરમાં ભૂગર્ભ ગટરની તમામ કામગીરી પાણી પુરવઠા બોર્ડ અને ગટર વ્યવસ્થા બોર્ડ, રાધનપુરને સોંપાઇ હતી. આ ભૂગર્ભ ગટરની કામગીરી અધૂરી રહેતા રાધનપુર નગરપાલિકાના પ્રમુખે પાણી પુરવઠા બોર્ડને અધૂરું કામ પૂર્ણ કરવા નોટિસ આપી છે.
રાધનપુર નગરપાલિકા પ્રમુખે પાણી પુરવઠા બોર્ડને નોટિસ ફટકારી

Recent Comments