રાપરના ચિત્રોડમાં અન્ડરગ્રાઉન્ડ ટાંકામાં છુપાવેલો દારૂ આડેસર પોલીસે ઝડપી પાડ્યો
ઉત્તર ગુજરાત સાથે જાેડતી સરહદ પર આવેલા કચ્છના પ્રવેશદ્વાર આડેસર પોલીસ દ્વારા સમયાંતરે નોંધપાત્ર દારૂ ઝડપવામાં આવતો રહે છે. ત્યારે પોલીસ મહા નિરીક્ષક મોથલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા બગડીયા સહિતના અધિકારી દ્વારા નશાખોરી ડામવાની સૂચના હેઠળ રાત્રે રાપર તાલુકાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ચિત્રોડ ગામની વાડીમાં પોલીસે દરોડો પાડી અન્ડર ગ્રાઉન્ડ ટાંકામાં છુપાવેલો ભારતિય બનાવતનો વિવિધ બ્રાન્ડનો રૂ. ૨૦ લાખ ૪ હજારની કિંમતનો અંગ્રેજી દારૂ ઝડપી પાડ્યો હતો. આડેસર પોલીસ સબ ઇન્સ્પેકટર ભરત જી રાવલને મળેલી બાતમીના આધારે રાત્રે ચિત્રોડ ગામની સિમમાં ખટલા વાંઢ ની બાજુમાં આવેલી રમણિક વિરુ ભાંગેરીયા (કોલી)ના કબ્જા ભોગવટાની વાડીમાં બનાવેલા અન્ડરગ્રાઉન્ડ ટંકામાંથી ભારતિય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.
અને આ ગુનાના આરોપી રમણિક વિરુ કોલી તથા મહેન્દ્ર ઉર્ફે મેંદો જીવન કોલીને ઝડપી લઈ બન્ને આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ તળે ગુન્હો નીંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. દિવાળીના દિવસોમાં દારૂની ડિમાન્ડને પહોંચી વળવા અનેક નવા બુટલેગરો પણ નિતનવા ગતકડાં અપનાવી દામ કમાવી લેવા સક્રિય બન્યા છે. જાેકે આ પ્રકારની પોલીસ કામગીરી ક્યાંકને ક્યાંક દારૂનો વેપલો કરતા ઈસમો માટે ચિંતાનો વિષય બની રહે છે.
Recent Comments