રામધરી ગામે શ્રીમદ્ ભાગવત શ્રી રામદેવ ચરિત કથા
રામધરી ગામે ભક્તિભાવ સાથે યોજાયેલ શ્રીમદ્ ભાગવત તથા શ્રી રામદેવ ચરિત કથા શ્રી રામદેવપીર મંદિર પરિસરમાં બે કથાનો લાભ લેતાં ભાવિકોઈશ્વરિયા સોમવાર તા.૨૯-૪-૨૦૨૪ રામધરી ગામે ભક્તિભાવ સાથે શ્રીમદ્ ભાગવત તથા શ્રી રામદેવ ચરિત કથા યોજાયેલ છે. શ્રી રામદેવપીર મંદિર પરિસરમાં આ બે કથાનો લાભ ભાવિકો લઈ રહ્યાં છે. સિહોર તાલુકાનાં ભાવનાશીલ ગામ રામધરીમાં શ્રી રામદેવપીર મંદિર પરિસરમાં શ્રી તિલકદાસ બાપુનાં નેતૃત્વ સાથે સેવકોનાં સહયોગ વડે તમામ પિતૃઓનાં આત્મકલ્યાણ મોક્ષાર્થે યોજાયેલ બે કથાનો લાભ ભાવિક શ્રોતાઓ લઈ રહ્યાં છે.
બુધવાર તા.૨૪થી મંગળવાર તા.૩૦ દરમિયાન આ ધર્મકથાનાં આયોજનમાં વ્યાસપીઠ પરથી સવારે સિહોરવાળા શ્રી અશ્વિનદાદા શ્રીમદ્ ભાગવત કથા લાભ અને બપોરે રામધરીવાળા શ્રી તિલકદાસબાપુ શ્રી રામદેવ ચરિત કથા લાભ આપી રહ્યા છે. ભક્તિભાવ સાથે યોજાયેલ આ કથામાં આજુબાજુનાં ગામોમાં ભાવિક શ્રોતાઓ લાભ લઈ રહ્યા છે. સંતો અને મહાનુભાવો અગ્રણીઓ સાથે ગ્રામજનો આ કથા પ્રસંગોની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયાં છે. દાતા અને સેવક પરિવાર તથા ભાવિકો કથા શ્રવણ અને પ્રસાદ લાભ લેતાં રહ્યાં છે.
Recent Comments