રામને ભલે વનવાસ થયો પણ અહંકારી રાવણનો અંત નિશ્ચિત છે : અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી
ભારત દેશમાં છે૬ત્સિલા ૯ વર્ષથી ભાજપનું શાસન છે અને ભાજપના શાસનમાં દેશની સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે, જયાર થી ભાજપનું શાસન આવ્યું ત્યાર થી દેશના નાગરીકોને પોતાના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે, આજે સમગ્ર દેશમાં લોકશાહી ખતમ થઈ રહી છે. આ ભાજપ દ્રારા સ્વાયત સંસ્થાઓને ખતમ કરવામાં આવી છે અને સરકાર દ્રારા સરકારી એજન્સીઓ જેવી કે હખયલભમલયત વગેરેનો દુર ઉપયોગ કરીને વિરોધપક્ષનો અવાજ દબાવવાનું કામ થઈ રહયું છે.
ભાજપ સરકાર દ્રારા વિરોધિઓને દબાવીને કે જેલમાં પુરીને સરમુખ્તયારશાહી પધ્ધતિ થી શાસન કરવા માંગે છે, જે કયારેય ચલાવવામાં નહીં આવે. જો રાહુલ ગાંધીને સુરતના માનહાની કેસમાં દોષિત જાહેર કરીને સંસદનું સભ્ય પદ છીનવી લેવામાં આવતું હોય તો અડધા ભાજપના ધારાસભ્યો તથા સંસદ સભ્યો તથા મંત્રીઓ જેલમા જાય એવી સ્થિતિનું નિર્માણ થાય તેમ છે.
આજે સમગ્ર ભારત દેશમાં ભાજપના ધારાસભ્યો,સંસદસભ્યો,મંત્રીઓ, નેતાઓ ઉપર અત્યંત ગંભીર જેવાકે હત્યા,બળાત્કાર,અપહરણ, લૂટ–ફાટ વગેરે જેવા કેસો ચાલી રહયા છે, અને આવા કેસોમાં ઘણાને સજા પણ થયેલી છે, પણ કમનસીબે ભાજપના રાજમાં આવા ગંભીર અપરાધીક મામલાવાળા નેતાઓ સમાજમાં ખુલ્લે આમ ફરી રહયા છે, અને વિધાનસભા તથા લોકસભામાં પણ આવા નેતાઓ હાજરી પુરાવે છે, આવા ભાજપના નેતાઓ સામે ભાજપની સરકાર કેમ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતી નથી ? જો માનહાની જેવા સામાન્ય કેસમાં રાહુલ ગાંધીનું સભ્યપદ છીનવી લેવામાં આવતું હોય તો ભાજપના સજા થયેલા અપરાધીક ધારાસભ્યો કે સંસદસભ્યોનું પદ શા માટે છીનવી લેવામાં આવતુ નથી. રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ છીનવીને ભલે વનવાસ આપ્યો પણ અહંકારી રાવણનો અંત નિશ્ચિત છે.
Recent Comments