અમરેલી

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ – અમરેલી સંચાલિત શાળાઓનો વાર્ષિકોત્સવ “ઉલ્લાસ (૨.૦)- ૨૦૨૩” ની ઉજવણી કરવામા આવી

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-અમરેલી સંચાલિત પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો દ્વારા તૈયાર કરેલ સાંસ્કૃતિક કૃતિઓને એક વિશાળ મંચ પર રજૂ કરવા માટે સમિતિ દ્વારા “ઉલ્લાસ (૨.૦)-૨૦૨૩” વાર્ષિકોત્સવ ની ભવ્ય ઉજવણી ઇફ્કો નાં ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણીનાં અધ્યક્ષ સ્થાને કરવામાં આવી.

આ કાર્યક્રમમાં ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન ડો. શ્રી શિશિરભાઇ ત્રિવેદી, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન શ્રી અતુલભાઇ પંડિત નગરપાલિકાનાં પ્રમુખ શ્રી મનિષાબેન સંજયભાઇ રામાણી, જિલ્લા ભાજપનાં પ્રમુખ શ્રી રાજેશભાઇ કાબરિયા, અમરડેરીનાં ચેરમેન શ્રી અશ્વિનભાઇ સાવલિયા, કારોબારી ચેરમેન શ્રી સુરેશભાઇ શેખવા, ટાઉનપ્લાનિંગ કમિટિનાં ચેરમેન શ્રી બ્રિજેશભાઇ કુરુન્દલે, દંડક શ્રી ચિરાગભાઇ ચાવડા, શાસકપક્ષનાં નેતા શ્રી બિનાબેન વણજારા, મહામંત્રી શ્રી ભરતભાઇ મકવાણા , મહામંત્રી શ્રી રાજેશભાઇ માંગરોળિયા, શ્રી બિપિનભાઇ જોષીસહિત આગેવાનોની ઉપસ્થિતિમાં તમામ શાળાનાં બાળકોએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી અને દરેક બાળકોને દિલીપભાઇ સંઘાણી દ્વારા રોકડ રકમથી, નિલકંઠ જ્વેલર્સ દ્વારા ઇનામોથી, આને શાળાને મોમેન્ટો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ નગરપાલિકાનાં પ્રમુખ શ્રી મનિષાબેન સેનેટ સભ્ય બનતા તેમજ ડો. શિશિરભાઇ ત્રિવેદી એ Ph.D ની પદવી પ્રાપ્ત કરતા તેમનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. નિવૃત થતા શિક્ષકો ને વિદાયમાન અપાયુ હતુ.

તેમજ તમામ શાળાના બાળકો કે જેમણે તાલુકા,જિલ્લાઅને રાજ્ય કક્ષાએ પ્રથમ,દ્વિતિય અને તૃતિય ક્રમ પ્રાપ્ત કરેલ હોય તેમને મેડલ અને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા તેમજ તમામ શાળાનાં તમામ ધોરણનાં બાળકો કે જેમણે વર્ગમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હોય તેમને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા હતા હાજર રહેલા તમામને દાતાશ્રી દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરેલ હતી. તેમજ સમાજ શ્રેષ્ઠીઓ, વેપારી અગ્રણિઓ, વકિલ મિત્રો, ડોક્ટરશ્રીઓ, અલગ અલગ રાજકિય, સામાજીક સંસ્થાના અગ્રણિઓ, વાલીગણ,પત્રકાર મિત્રો,દાતાશ્રીઓ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરેલ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી, શાસનાધિકારીશ્રી, સમિતિનાં સભ્યશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, ઓફિસ સ્ટાફ-ટીમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ જહેમત ઉઠાવેલ તેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની યાદી જણાવે છે.

Related Posts