fbpx
ગુજરાત

રામેશરા નજીક મુખ્ય નહેર પાસે જ બ્રાન્ચ કેનાલમાં ગાબડાઓ

હાલોલ તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેર ઉપર રામેશરા પાસે આવેલ સીઆર ગેટના પચાસ મીટર પહેલા શરૂ થતી અને ૬૭ કિલો મીટર લાંબી વડોદરા માઇનોર કેનાલમાં આ માઇનોર કેનાલના એચઆર ગેટની નજીકના ૨૦૦ મીટરમાં જ મોટા મોટા ગાબડા પડી ગયા છે. અહીં નર્મદા નિગમ લિમિટેડનું હેડક્વાર્ટર હોવા છતાં માઇનોર કેનાલની શરૂઆતમાં જ આવા મોટા ગાબડાઓ છે. તો આ ૬૭ કિલોમીટર લાંબી આખી કેનાલની દશા કેવી હશે તે કલ્પના કરવી રહી. રામેશરા પાસે મુખ્ય નહેરના ૮૧ કિલોમીટરના અંતરેથી નીકળતી વડોદરા માઇનોર કેનાલ ૬૭ કિલોમીટર લાંબી છે.

તે ૧,૯૫,૯૨૭ હેક્ટર જમીનને સિંચાઇનું પાણી પૂરું પાડે છે. ૨૬૮૩ ક્યુસેક્સ પાણીને પ્રતિ મિનિટમાં ૧૦૦ મીટરનું વહન કરવાનો ફોર્સ ધરાવતી અને બંને તરફ ઊંડા સ્લોપ હોવાથી કેનાલની બંને તરફ ઓછી પહોળાઈ ધરાવતી દીવાલો વાળી આ કેનાલની બંને તરફની દીવાલોના સ્લેબમાં અનેક ઠેકાણે મોટા મોટા ગાબડાઓ પડી જતા કેનાલની બંને તરફના પાળાઓ ધોવાઈ જવાનો ભય ઉભો થયો છે. કેનાલની બંને તરફના પાળાઓ ઉપર રોડ આવેલા હોઈ સ્થાનિક ગામડાઓના લોકો સતત અહીં અવરજવર કરે છે. રામેશરા પાસે આવેલા મુખ્ય નહેરના સીઆર ગેટ પાસે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની વડોદરા શહેર સાંકળનું હેડક્વાર્ટર આવેલું છે. અહીં નિગમના કર્મચારીઓ અને અધિકારીઓની સતત અવર જવર વચ્ચે જેડ ક્વાર્ટરની તદ્દન નજીકમાંજ વિબીસી કેનાલમાં મોટા ગાબડાઓ જાેઈ શકાય છે.

તેમ છતાં આ ગાબડાઓ નિગમના કર્મચારીઓ કે અધિકારીઓને ધ્યાને કેમ નથી આવી રહ્યા? કે અધિકારીઓ કોઈ મોટા અકસ્માતની રાહ જાેઈ રહ્યા છે? એ સવાલ સૌ કોઈ ને મૂંઝવી રહ્યો છે.ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાતી નર્મદા નદીની હાલોલ પાસેથી નીકળતી મુખ્ય નહેર ઉપર હાલોલ નજીક ૮૧ કિલોમીટરના અંતરે આવેલા રામેશરા પાસેના સીઆર ગેટ પહેલા નીકળતી વડોદરા બ્રાન્ચ કેનાલમાં અનેક ઠેકાણે ગાબડા પડેલા જાેવા મળે છે. વડોદરા બ્રાન્ચ કેનાલમાં ગમે ત્યારે ભંગાણ સર્જાય તેવી સ્થિતિ ઉદભવી છે. ટેન્ડરિંગ કરવા છતાં નક્કર કામગીરી નહીં કરવામાં આવતા આ માઇનોર કેનાલના એચઆર ગેટથી શરૂ થતી ૬૭ કિલોમીટર લાંબી નહેરમાં શરૂઆતમાં જ મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે. જેનું મરામત સત્વરે કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

Follow Me:

Related Posts