અમરેલી

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર પ્રી-વોકેશનલ એજયુકેશન પ્રોગ્રામ અંતર્ગતસાવરકુંડલાની બ્રાન્ચ શાળા નં પાંચ ખાતે વાનગી સ્પર્ધા યોજાઈવિધાર્થીઓએ અવનવી વાનગી બનાવી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો.

સાવરકુંડલા બ્રાન્ચ શાળા નં પાંચ ખાતે પ્રી-વોકેશનલ પ્રોગ્રામ અંતર્ગત ધોરણ ૬ થી ૮ ના બાળકો માટે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૩૬ વિધાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધેલ અને પોતાની વાનગી જાતે બનાવી તથા શણગારી લાવેલ. આ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ સ્પર્ધકો ને શાળાના આચાર્ય દ્વારા મુલાકાત લઈ પ્રોત્સાહિત કરેલ તથા સમગ્ર કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

Related Posts