જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્યકક્ષાની રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન કોન્ફરન્સ તાજેતરમાં યોજાઇ ગઇ હતી તે અંતર્ગત ભાવનગર જિલ્લાના તાલીમાર્થી, લેક્ચરર, શિક્ષકો એ ભાગ લીધો હતો. જેમાં હિતેશભાઈ રમેશભાઈ કલસરિયા- તાલીમાર્થી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સીદસર ભાવનગર એ તેજસ્વી પ્રતિભાશાળી બાળકોની ઓળખ અને શિક્ષણ, શીતલબેન વલ્લભભાઈ લાઠીયા પ્રાથમિક શિક્ષક જામવાળી 1 કેન્દ્રવર્તી શાળા એ પ્રારંભિક વર્ષોમાં રમકડા દ્વારા અપાતા શિક્ષણની અસરકારકતા નો અભ્યાસ, શીતલબેન કનુભાઈ ભટ્ટી પ્રાથમિક શિક્ષક કુંભણ કેન્દ્રવર્તી શાળા એ રમકડાં દ્વારા સંકલિત શિક્ષણ, રમેશભાઈ ધનજીભાઈ બારડ પ્રાથમિક શિક્ષક કુંભણ કેન્દ્રવતી શાળા એ રમકડા દ્વારા સંકલિત શિક્ષણ, પ્રવીણભાઈ ખેમાભાઈ મકવાણા પ્રાથમિક શિક્ષક નાનાખુટવડા પ્રા.શાળા એ મૂલ્યોનું શિક્ષણ, મલય કુમાર બી તેજાણી વિદ્યાર્થી એમ એસ ડબલ્યુ વિભાગ બાબાસાહેબ ઓપન યુનિવર્સિટી એ મૂલ્યોનું શિક્ષણ, હિરેનકુમાર હસમુખભાઈ જાની પ્રાથમિક શિક્ષક શ્રી શાહપુર પ્રાથમિક શાળા એ પ્રતિભાશાળી બાળકોની ઓળખ અને તેના શિક્ષણ અંગેના
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં વિચારોની પ્રસ્તુતતા, મહેશ મુકેશકુમાર ચંદ્રકાંતભાઈ વાઘેલા ‘મોજીલા માસ્તર’ પ્રાથમિક શિક્ષક અવાણીયા કુમાર શાળા એ મૂલ્યોનું શિક્ષણ, વિપુલભાઈ બી વાજા લેક્ચર આઈ એફ આઈ સી શાખા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર એ અનુભવ જન્ય શિક્ષણ અને સર્જનશીલતા નો વિકાસ, સુમિત કુમાર સંજયભાઈ તલસાણીયા તાલીમાર્થી બી.એડ શ્રીમતી એલ કાકડીયા બી.એડ કોલેજ એ પ્રારંભિક બાળ શિક્ષણ અને સંભાળ, ખોડીદાસ એમ શિયાળ મદદનીશ શિક્ષક ઘોઘા બ્રાન્ચ શાળા નંબર ૧ એ મૂલ્યોનું શિક્ષણ, સંજય કુમાર રવજીભાઈ તલસાણીયા વ્યાખ્યાતા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર એ કલા સંકલિત શિક્ષણ, સુમલભાઈ રાણેક ભાઈ ગુજરીયા બી.એડ તાલીમાર્થી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર એ પ્રારંભિક બાળ શિક્ષણ અને સંભાળ, એમ. બી. ચુડાસમા લેક્ચર ડાયટ ભાવનગર એ પોતાના રિસર્ચ પેપર રજુ કર્યા હતા. અને પોતાના શિક્ષણ અનુભવની ચર્ચા કરી હતી. આ શિક્ષક દંપતીએ રમકડાં દ્વારા શિક્ષણમાં પોતાની બાળમાનસ આધારિત શૈક્ષણિક રમકડાં પધ્ધતિ મુજબ શિક્ષણ આપવાની વાત રજુ કરી હતી..
Recent Comments