રાષ્ટ્રીય શિક્ષણ નીતી ૨૦૨૦ અન્વયે રાજ્યમાં ધોરણ ૯ અને ધોરણ ૧૦ માં વૈદિક ગણિતનો અમલ શરૂરાજ્યની ૪૪૯ જેટલી શાળાઓમાં પુસ્તકો પણ મોકલી આપવામાં આવ્યા

ભારત સરકાર દ્વારા દેશભરમાં નવી રાષ્ટ્રિય શિક્ષણ નીતિઓને લાગુ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય શિક્ષણ નિતીઃ ૨૦૨૦ અન્વયે ધોરણ-૯ અને ધોરણ-૧૦ માં વૈદિક ગણિતનો અમલઃ ૪૪૯ શાળાઓમાં પુસ્તકો મોકલી દેવાયા છે હોવાનું સરકારે જણાવ્યું છે. આ મુદ્દે રાજ્ય શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતી ૨૦૨૦ અન્વયે રાજ્યમાં ધોરણ ૯ અને ધોરણ ૧૦ માં વૈદિક ગણિતનો અમલ શરૂ કરી દેવાયો છે.
આ માટે રાજ્યની ૪૪૯ જેટલી શાળાઓમાં પુસ્તકો પણ મોકલી આપવામાં આવ્યા છે. વિધાનસભા ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નિતી ૨૦૨૦ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૩૫ વર્ષ બાદ નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતીનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેમાં ભારતીય જ્ઞાન પરંપરાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ માટે વિદ્યાર્થીઓમાં ભણતરની સાથે સાથે ઘડતરના મૂલ્યો કેળવાય એ માટેના પ્રયત્નો હાથ ધરાયા છે. તાજેતરમાં ધોરણ ૧૦ થી ૧૨ માં ગીતાના મૂલ્યો મળે એ માટેનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નિતીના અમલથી રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાઓમાં પણ બદલાવ કર્યો છે અને શાળાકીય માળખામાં પણ ફેરફાર કર્યો છે.
Recent Comments