રાષ્ટ્રીય સ્માર્ટ સિટી પુરસ્કારમાં ફરી એક વાર ઈન્દોરે બાજી મારી, ગુજરાતનું સુરત સિટી બીજા નંબરે
ઈન્દોરે સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રીય સ્માર્ટ સિટી પુરસ્કાર જીત્યો, ત્યાર બાદ સૂરત અને આગરાનું સ્થાન આવે છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે ૦૨૨ માટે ભારતના સ્માર્ટ સિટી પુરસ્કારની જાહેરાત કરી હતી. પુરસ્કાર ૨૭ સપ્ટેમ્બરે ઈન્દોરમાં એક સમારંભમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ દ્વારા આપવામાં આવશે. વિવિધ કેટેગરીમાં ૬૬ વિજેતાઓમાંથી મધ્ય પ્રદેશે સર્વશ્રેષ્ઠ રાજ્ય પુરસ્કાર જીત્યો અને તમિલનાડૂએ બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સંયુક્ત રીતે ત્રીજા સ્થાન પર રહ્યા છે. મંત્રાલય અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ શ્રેણીમાં ચંડીગઢ નંબર એક સ્થાન પર છે. ચંડીગઢ પોતાના ઈ શાસન સેવાઓ માટે સર્વશ્રેષ્ઠ પ્રશાસન કેટેગરીમાં વિજેતા રહ્યું છે. મોદી સરકાર દ્વારા વિકસિત કરવામાં આવી રહેલા દેશના ૧૦૦ સ્માર્ટ શહેરોમાં ઈન્દોરને ટોચ સ્થાન, ગુજરાતના સૂરતને બીજુ સ્થાન અને ઉત્તર પ્રદેશના આગરાને ત્રીજુ સ્થાન મળ્યું છે.
ગત વર્ષે ઓક્ટોબરમાં ઈન્દોરે સતત છઠ્ઠી વાર ભારતનું સૌથી સ્વચ્છ શહેર પસંદ કરવામાં આવ્યું. પર્યાવરણ નિર્માણ કેટેગરીમાં કોયંમ્બતૂરને તેના આદર્શ રસ્તા અને ઝરણાના જીર્ણોદ્ધાર અને કાયાકલ્પ માટે સર્વશ્રેષ્ઠ શહેરોનો દરજ્જાે આપ્યો છે. ત્યાર બાદ ઈન્દોરનું સ્થાન આવે છે. જ્યારે ન્યૂ ટાઉન કોલકાતા અને કાનપુર સંયુક્ત રીતે ત્રીજા સ્થાન પર રહ્યા છે. એક ઈન્ક્યૂબેશન સેન્ટર સાથે ઈકોનોમી કેટેગરીમાં જબલપુર વિજેતા રહ્યું. જ્યારે ઈન્દોર અને લખનઉ બાદ આગામી બે સ્થાન પર રહ્યા. મંત્રાલયના અનુસાર, ચંડીગઢને સાયકલ ફુટપાથ સાથે સાર્વજનિક બાઈક શેરિંગ માટે મોબિલિટી કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ શહેર ઘોષિત કર્યું છે. ત્યાર બાદ ન્યૂ ટાઉન કોલકતા અને સાગરનું સ્થાન છે. ઈન્દોરે વાયુ ગુણવત્તા સુધાર અને ઉર્ધ્વાધર ઉદ્યાન સાથે અહિલ્યા વન માટે શહેરી પર્યાવરણ કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ શહેરનો પુરસ્કાર પણ જીત્યો છે. આ કેટેગરીમાં શિવમોગા અને જમ્મુને ક્રમશઃ ડેવલપમેન્ટ ઈન કન્ઝર્વેસીઝવ અને ઈ ઓટોમાં તેમની પહેલ માટે પુરસ્કાર આપવાની ઘોષણા કરી છે.
Recent Comments