રાહુલ ગાંધી પછી હવે ટિ્વટરે કોંગ્રેસ પાર્ટીનું સત્તાવાર અકાઉન્ટ પણ લોક કર્યું, ન્યાય માટે અવાજ ઉઠાવવો ગુનો છે તો આ ગુનો ૧૦૦ વાર કરીશું

ટ્વીટર અને કોંગ્રેસની વચ્ચેની તકરાર સતત વધતી જઈ રહી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના એકાઉન્ટ બાદ હવે કોંગ્રેસ પાર્ટીનુ ટ્વીટર એકાઉન્ટ પણ લોક થઈ ગયુ છે. ગુરૂવારે કોંગ્રેસ દ્વારા આરોપ લગાવાયો છે કે તેમનુ ટ્વીટર એકાઉન્ટ લૉક કરી દેવાયુ છે પરંતુ અમે અમારી લડત ચાલુ રાખીશુ.
કોંગ્રેસ દ્વારા ફેસપુક પર આની જાણકારી આપવામાં આવી છે. કોંગ્રેસે લખ્યુ છે કે જ્યારે અમારા નેતાઓને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા, અમે ત્યારે ના ડર્યા તો હવે ટ્વીટર એકાઉન્ટ બંધ કરવાથી શુ ખાક ડરીશુ. અમે કોંગ્રેસ છીએ, જનતાનો સંદેશ છીએ, અમે લડીશુ, લડતા રહીશુ.
કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યુ છે કે જાે બળાત્કાર પીડિતા બાળકીને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવવો અપરાધ છે તો આ અપરાધ અમે સો વખત કરીશુ. જય હિંદ, સત્યમેવ જયતે.
દિલ્હીમાં એક નવ વર્ષની બાળકીની સાથે કથિત બળાત્કાર બાદ હત્યાના કેસ બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતની તસવીર રાહુલ ગાંધીએ ટ્વીટર પર શેર કરી હતી. જે બાદ રાહુલ ગાંધીનુ એકાઉન્ટ પહેલા સસ્પેન્ડ થયુ અને બાદમાં લોક કરી દીધુ.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સિવાય કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓના પણ એકાઉન્ટ લોક કરવામાં આવ્યુ, જેમાં રણદીપ સુરજેવાલા, અજય માકન, સુષ્મિતા દેવ સહિત અન્ય કેટલાક નેતાઓનુ નામ સામેલ છે.
કોંગ્રેસ દ્વારા આ મુદ્દે સતત સરકારને ઘેરવામાં આવી રહી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સરકારના દબાણમાં ટ્વીટર દ્વારા આ પ્રકારનુ એક્શન લેવામાં આવ્યુ છે. ગત દિવસોમાં યુથ કોંગ્રેસે પણ દિલ્હીમાં હાજર ટ્વીટરની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
આ મહિનાની શરુઆતમાં ટિ્વટરે રાહુલ ગાંધીનું અકાઉન્ટ લોક કર્યું હતું. રાહુલે એક દલિત બાળકીના માતા-પિતાની તસવીર પોસ્ટ કરી હતી. બાળકી સાથે કથિત દુષ્કર્મ થયું અને પછી તેની હત્યા કરી નાખવામાં આવી. ટિ્વટર નિયમો અને ભારતીય કાયદા પ્રમાણે દુષ્કર્મ પીડિતા કે પરિવારજનોની ઓળખ છતી ના કરી શકાય. કંપનીએ ભરેલા પગલા પાછળ પણ આ નિયમને ટાંક્યા છે. રિપોર્ટ્સ મુજબ ટિ્વટરે આમ કર્યા પછી ઘણી જગ્યાઓ પર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કંપની અને કેન્દ્ર સરકાર સામે પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
Recent Comments