fbpx
રાષ્ટ્રીય

રાહુલ ગાંધી ૧ મહિનામાં જ બીજીવાર વૈષ્ણોદેવી દર્શને જશે

જમ્મુ અને કાશ્મીર સંબંધી સંવિધાનની કલમ-૩૭૦ દૂર કરાયા પછી કેન્દ્ર સરકારે ત્યાં રાજ-નૈતિક કારણોસર જવા ઉપર પ્રતિબંધ મુક્યો હતો. તેમજ રાજકારણીઓને પણ જવા માટે પ્રતિબંધ મુક્યો હતો. તે વખતે રાહુલ ગાંધી શ્રીનગર પહોંચ્યા હતા પરંતુ તેઓને વિમાન ગૃહેથી જ પાછા મોકલી દેવામાં આવ્યા હતા. તેઓ રિયાસી જિલ્લામાં રહેલા ‘ત્રિકૂટ’ પર્વત સ્થિત, માતા વૈષ્ણોદેવીનાં દર્શને જશે. માતા વૈષ્ણોદેવીમાં હિન્દુઓને ઘણી જ શ્રદ્ધા છે. ત્યાં દર વર્ષે આશરે ૧ કરોડ હિન્દુઓ દર્શનાર્થે જાય છે.કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી બે દિવસ માટે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જવાના છે. તેઓ તા. ૯ અને ૧૦ દરમિયાન આ કેન્દ્ર શાસિત પ્રદેશના જમ્મુ-વિસ્તારમાં રહેશે. આ દરમિયાન તેઓ માતા વૈષ્ણોદેવીના દરબારમાં પણ હાજરી આપશે. માત્ર એક જ મહિનામાં રાહુલની આ કેન્દ્ર શાસિત પ્રદેશની બીજી મુલાકાત બની રહેશે. આ પહેલા ૧૦મી ઓગસ્ટે તેઓએ કાશ્મીર વિસ્તારમાં બે દિવસ ગાળ્યા હતા. તે દરમિયાન તેઓએ ગંડરબાલમાં કાશ્મીરી પંડિતોની આસ્થાનાં કેન્દ્ર ખીર ભવાની માતાના મંદિરનાં દર્શન કર્યા હતા તે ઉપરાંત હઝરત-બલ દરગાહના દિદારે ગયા હતા. રાહુલ ગાંધી આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં એવા સમયે જઈ રહ્યા છે અને ત્યાં સક્રિય પણ થઈ રહ્યા છે કે જ્યારે ત્યાં ચૂંટણીઓ અંગે સળવળાટ થઈ રહ્યો છે.

Follow Me:

Related Posts