fbpx
અમરેલી

રુ. ૫૦ લાખના ખર્ચે નવા ઉજળા-ચોકી રોડ બનાવવામાં આવશે, અંદાજે ૨,૦૦૦ મીટર રોડની કામગીરી ચાર થી પાંચ દિવસમાં શરુ કરવામાં આવશે

 સમગ્ર ગુજરાતમાં વિકાસકાર્યો શરુ છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડીયાના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં અમરેલીના કુંકાવાવ-વડીયા તાલુકાના નવા ઉજળા-ચોકી રોડના ખાતમુર્હૂતનો કાર્યક્રમ વિધિવત રીતે યોજાયો હતો.

જિલ્લા પંચાયત માર્ગ અને મકાનની રુ. ૫૦ લાખની અનુદાનમાંથી નવા ઉજળા-ચોકી રોડ બનાવવામાં આવશે. અંદાજિત ૨,૦૦૦ મીટર રોડની કામગીરી ચાર થી પાંચ દિવસમાં જ શરુ કરવામાં આવશેઆ કામગીરી આગામી ૨૦ દિવસમાં પૂર્ણ પણ કરવામાં આવશે. નવા ઉજળા ખાતે રોડના ખાતમુર્હૂત પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાએ ગ્રામજનો સાથે શ્રી રામજી મંદિરમાં સાફ-સફાઈ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કેસમગ્ર દેશમાં ધાર્મિક અને આદ્યાત્મિક સ્થળો પર સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

     કુંકાવાવ-વડીયા તાલુકાના નવા ઉજળા-ચોકી રોડના ખાતમુર્હૂત પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યુ કેઆ રોડનો પ્રશ્ન વર્ષોથી વણઉકેલ્યો હતોહવે નવો રોડ બનાવવાની કામગીરી શરુ થશે એટલે ગ્રામજનોના વર્ષો જૂના રોડના પ્રશ્નનું નિરાકરણ આવશે. વધુમાં તેમણે જણાવ્યુ કેઆ કામગીરી આગામી ૨૦ દિવસમાં જ પૂર્ણ કરવામાં આવશે. 

      કુંકાવાવ-વડીયા તાલુકાના નવા ઉજળા-ચોકી રોડના ખાતમુર્હૂત પ્રસંગે અમરેલી જિલ્લા પંચાયતતાલુકા પંચાયત  સદસ્યશ્રીઓનવા ઉજળા સરપંચશ્રીતલાટી કમ મંત્રી શ્રી સહિતના અધિકારીશ્રીઓકર્મચારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts