fbpx
ગુજરાત

રૂપાણી સરકાર તુવેર, રાઈડો અને ચણાની ટેકાના ભાવે કરશે ખરીદી


આજરોજ બુધવારે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી. જેમાં ખેડૂતો પાસેથી તુવેર, રાઈડો અને ચણાની ટેકાના ભાવે ખરીદીની તારીખો અને ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. જયેશ રાદડિયાએ જાહેરાત કરી હતી કે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ટેકાના ભાવનું પેમેન્ટ પણ ખેડૂતોને ચૂકવી આપવામાં આવ્યું છે. જાે કોઈને પેમેન્ટ બાકી હશે તો બે ત્રણ દિવસમાં ચૂકવી દેવામાં આવશે. આ ઉપરાંત ડાંગર અને મકાઈની ખરીદીની તારીખો લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.

અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક બાબતના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જાહેરત કરી છે કે આગામી ૧૫ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી દરમિયાન તુવેરની નોંધણી કરાવી શકાશે. આ નોંધણી ગ્રામ્ય સ્તરે પણ કરી શકાશે. જે બાદમાં જેમણે પોતાની તુવેરની નોંધણી કરાવી હશે તેમની તુવેરની ખરીદી પહેલી ફેબ્રુઆરીથી પહેલી પહેલી મે સુધી કરવામાં આવશે. ૧૦૫ માર્કેટિંગ યાર્ડ મારફતે ૬,૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવશે. ખેડૂતો ચણાનું ટેકાના ભાવે વેચાણ માટે પહેલી ફેબ્રુઆરીથી ૧૫મી ફેબ્રુઆરી સુધી નોંધણી કરાવી શકશે. જે બાદમાં ૧૬મી ફેબ્રુઆરીથી ૧૬મી મે સુધી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવશે. ક્વિન્ટલ દીઢ ૫,૧૦૦ રૂપિયાના ભાવે ૧૮૮ ખરીદી કેન્દ્રો પરથી ચણાની ખરીદી થશે.

રાઈડા માટે ખેડૂતો પહેલી ફેબ્રુઆરીથી ૧૫મી ફેબ્રુઆરી સુધી નોંધણી કરાવી શકશે. ૧૬મી ફેબ્રુઆરીથી ૧૬મી જૂન સુધી રાઈડાની ખરીદી ક્વિન્ટલ દીઢ ૪,૬૫૦ રૂપિયાના ભાવે કરવામાં આવશે. આ માટે ૯૯ માર્કેટિંગ યાર્ડ નક્કી કરાયા છે. મંત્રી રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી પૂર્ણ થઈ ગઈ છે. અત્યાર સુધી ૧૮,૭૭૨ ખેડૂતોએ પોતાની મગફળી વેચી છે. સરકારે ૧૬ હજાર કરોડની ખરીદી કરી છે. આ સાથે જ ડાંગર અને મકાઈની ખરીદીની પ્રક્રિયા લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. હવે ૩૧મી જાન્યુઆરી સુધી ખરીદી પ્રક્રિયા ચાલશે.

Follow Me:

Related Posts