fbpx
રાષ્ટ્રીય

રેપ બાદ પરિવારે નહીં પણ ૪૨ વર્ષ હોસ્પિટલે સાચવી… રેપનો ભોગ બનેલી નર્સની સ્ટોરી તમને રડાવી દેશે

રેપ સાંભળતાં જ ગુસ્સો આવી જાય એવા આ શબ્દો મામલે આજે દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં બળાત્કાર બાદ ઈન્ટર્ન ડૉક્ટરની હત્યા કેસમાં સીબીઆઈએ તપાસ તેજ કરી છે. તપાસ એજન્સીએ ૩૫ ઈન્ટર્ન અને ટ્રેઈની ડોક્ટરોની યાદી તૈયાર કરી છે, જેમની પૂછપરછ કરાશે. આ સાથે જ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. આ કિસ્સાએ દરેકને ૪૨ વર્ષ સુધી કોમામાં રહેલી નર્સ અરુણા શાનબાગની દર્દનાક કહાનીની યાદ અપાવી દીધી છે. એ નર્સે પણ ૪૨ વર્ષ યાતના ભોગવી હતી. ૨૭ નવેમ્બર ૧૯૭૩ની સવારે, જ્યારે મુંબઈના વર્લીમાં રહેતી નર્સ અરુણા શાનબાગ હોસ્પિટલમાં જવા માટે જાગી ત્યારે તેમને હળવો તાવ હતો. ભત્રીજી મંગળા નાઈકે આરામ કરવા વિનંતી કરી, પરંતુ અરુણા રાજી ન થઈ.

તે હોસ્પિટલમાં ગઈ અને ત્યાંથી તેના જીવનની દર્દનાક સ્ટોરી શરૂ થાય છે. ત્યાં રાત્રે એક વોર્ડ બોય એ અરુણા પર બળાત્કાર કર્યો. બાદમાં પોતે પકડાઈ જશે એવા ડરથી તેણે અરુણાને કૂતરાની સાંકળ વડે ગળું દબાવી દીધું અને તેણીને મૃત સમજીને ત્યાંથી ભાગી ગયો. અરુણા શાનબાગ મૃત્યુ તો ન પામી પણ ૪૨ વર્ષ સુધી દોજખ જેવું જીવન જીવતી રહી. ૫૦ વર્ષ પહેલા હોસ્પિટલમાં અરુણા સાથે જે રીતે ક્રૂરતા વર્તવામાં આવી હતી, તે જ પ્રકારની ક્રૂરતા હવે કોલકાતાની હોસ્પિટલમાં થઈ છે, જેના કારણે દેશ ઉકળી રહ્યો છે.

મોડી રાત સુધી કામ કર્યા બાદ જ્યારે અરુણા હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલા ચેન્જિંગ રૂમમાં કપડાં બદલવા ગઈ ત્યારે સોહનલાલ ત્યાં પહેલેથી જ હાજર હતો. સોહનલાલે અરુણાને કૂતરાની સાંકળ વડે ગળું દબાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જે સમયે અરુણાના મગજમાં ઓક્સિજન ન પહોંચ્યો અને તેનું શરીર ર્નિજીવ થઈ ગયું. આ પછી સોહનલાલે અરુણા પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેણી મરી ગઈ હોવાનું માની ત્યાંથી ભાગી ગયો હતો. સવારે હોસ્પિટલની સફાઈ કરી રહેલા સફાઈ કર્મચારીને અરુણા બેભાન અવસ્થામાં મળી આવી હતી.

આ ગાંડાએ બદલો લેવા માટે હસતી છોકરીની હત્યાનો પ્રયાસ કર્યો હતો. વાસ્તવમાં કેઈએમ હોસ્પિટલની ડોગ રિસર્ચ લેબોરેટરીમાં કામ કરતી વખતે અરુણાને બાતમી મળી હતી કે સોહનલાલ નામનો વોર્ડ બોય કૂતરા માટે લાવવામાં આવેલ મટનની ચોરી કરી રહ્યો છે. આ બાબતે અરુણા અને સોહનલાલ વચ્ચે ઝઘડો થયો હતો. અરુણાએ આ અંગે હોસ્પિટલ પ્રશાસનને ફરિયાદ પણ કરી હતી.

સોહનલાલને આ વાતનું એટલું ખરાબ લાગ્યું કે તેણે અરુણા સામે બદલો લેવાનું નક્કી કર્યું. અરુણા ૧૯૬૬માં કર્ણાટકથી મુંબઈ આવી અને કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરવા લાગી. સોહનલાલ વાલ્મિકી હોસ્પિટલમાં વોર્ડબોય અને સફાઈ કામદાર હતો અને અરુણા પર બળાત્કાર બાદ ૨૮ નવેમ્બર ૧૯૭૩ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ધીરે-ધીરે અરુણાએ તેની દૃષ્ટિ અને સાંભળવાનું ગુમાવ્યું અને તેનું મગજ લકવાગ્રસ્ત થઈ ગયું. બાદમાં, અરુણાને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવી હતી અને તેને પાઇપ દ્વારા પ્રવાહી આપવામાં આવ્યું હતું. અકસ્માત બાદ અરુણાના સંબંધીઓએ તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.

હોસ્પિટલ મેનેજમેન્ટનું કહેવું છે કે છેલ્લા ૪૨ વર્ષમાં તેમના કોઈ સંબંધી તેમને મળવા આવ્યા ન હતા અને ન તો કોઈના સમાચાર મળ્યા હતા. માત્ર હોસ્પિટલના ડોકટરો અને નર્સોએ તેની સંભાળ લીધી. તે હોસ્પિટલમાં જ આખી જિંદગી રહી અને હોસ્પિટલે તેની સારવાર કરી. અરુણાની હાલત જાેઈને કેઈએમ હોસ્પિટલની પૂર્વ નર્સ પિંકી વિરાણીએ ૨૦૧૧માં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેના માટે ઈચ્છામૃત્યુની માગણી કરી હતી,

પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી. સર્વોચ્ચ અદાલતે હોસ્પિટલની નર્સો અને સ્ટાફની પ્રશંસા કરી જેમણે વર્ષો સુધી અરુણાની સેવા કરવામાં કોઈ કસર છોડી ન હતી. અરુણાને એ ઘટનાથી એટલો ઊંડો આઘાત લાગ્યો કે તે એક પુરુષના અવાજથી પણ ડરી જવા લાગી. આખરે, ૧૮ મે ૨૦૧૫ ના રોજ, અરુણાનો સંઘર્ષ પણ ફળ્યો અને તેણે ન્યુમોનિયાને કારણે આ દુનિયાને અલવિદા કહ્યું. મુંબઈ પોલીસે ૧૯૭૪માં સોહનલાલ સામે લૂંટ અને હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો હતો પરંતુ બળાત્કારનો કોઈ કેસ નોંધવામાં આવ્યો ન હતો.

પોલીસે તેમના રેકોર્ડમાં એવું પણ દર્શાવ્યું નથી કે અરુણાનું યૌન શોષણ થયું હતું. સ્થાનિક કોર્ટે યુપીના રહેવાસી સોહનલાલને તેમની સામે નોંધાયેલી કલમોના આધારે ૭ વર્ષની જેલની સજા ફટકારી છે. સજાનું એક વર્ષ તો સોહનલાલ પહેલાં જ ભોગવી ચૂક્યો હતો. હવે તેની સજા ૬ વર્ષ હતી અને આખરે તેનું પણ મોત દિલ્હીમાં થયું હતું.

Follow Me:

Related Posts