‘રોકી ઔર રાની કી…’નું જાેરદાર કલેક્શન, બીજા દિવસનો આંકડો જાણીને આંખો ફાટી જશે
હાલમાં રિલીઝ થયેલી રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ દર્શકોની વચ્ચે છવાઇ ગઇ છે. હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ થી ફેન્સ જ નહીં, પરંતુ ક્રિટીક્સ પણ દિલ પણ ખુશ થઇ જાય છે. ફિલ્મને સતત સારા રિવ્યુઝ મળી રહ્યા છે. ૨૮ જુલાઇના રોજ રિલીઝ થયેલી કરણ જાેહર નિર્દેશિત આ ફિલ્મએ શનિવારના રોજ ટિકિટ બારી પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મએ રિલીઝ પહેલાના દિવસે ૧૧ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી અને બીજા દિવસની કમાણીમાં ૫ કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો છે. શનિવારના રોજ આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મએ ૧૬ કરોડ રૂપિયાની કમાણી કરી છે. જીટ્ઠષ્ઠહૈઙ્માના રિપોર્ટ અનુસાર કરણ જાેહર દ્રારા નિર્દેશિત ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત વધી રહ્યો છે. શરૂઆતના દિવસોમાં ફિલ્મએ ૧૧ કરોડ રૂપિયાની કમાણી પછી બીજા દિવસની કમાણીની સાથે ફિલ્મએ બોક્સ ઓફિસ પર કુલ મળીને લગભગ ૨૭ કરોડનું કલેક્શન કરી લીધુ છે. આ પહેલાં એવા સમાચાર સામે આવ્યા હતા કે કરણ જાેહરની ફિલ્મ આ વર્ષની પાંચમી સૌથી મોટી ઓપનિંગ હિન્દી ફિલ્મ બની ગઇ છે. વર્ષની સૌથી મોટી ઓપનરની વાત કરીએ તો પહેલાં નંબર પર શાહરુખ ખાનની પઠાણે કબજાે કર્યો છે જેમાં બોક્સ ઓફિસ પર ૫૭ કરોડ રૂપિયાની સાથે શરૂઆત કરી હતી. પઠાન પછી આદિપુરુષે ૩૬ કરોડની સાથે ઓપનિંગ કર્યુ હતુ. આ સિવાય સલમાન ખાન સ્ટારર કિસી કા ભાઇ કિસી કી જાનને ૧૫.૮૧ કરોડ અને રણબીર કપૂર-શ્રદ્ધા કપૂરની તૂ ઝૂઠી મેં મક્કારની પહેલા દિવસની કમાણી ૧૫.૭૩ કરોડ રૂપિયા સાથે શરૂઆત કરી હતી. ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. ફિલ્મની કહાની પંજાબી ફેમિલીના છોકરા રોકી અને બંગાળી પરિવારની ભણેલી છોકરી રાની અને એના પરિવારની આસપાસની છે. ફિલ્મમાં બન્ને કલાકાર સિવાય ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચ જેવા દિગ્ગજ કલાકારો પણ સામેલ છે.
Recent Comments