રોજગાર કચેરી અમરેલી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની રોજગારી પુરી પાડવા સમયાંતરે ભરતીમેળા યોજવામાં આવે છે. પરંતુ તાજેતરમાં કોરોનાની મહામારીના કારણે નોકરીદાતા તેમજ રોજગારવાંચ્છુ ઉમેદવારો એક જગ્યા પર એકત્રિત કરી ભરતીમેળા યોજવાનું ઉચિત ન જણાતા ઓનલાઇન ભરતીમેળાનુ આયોજન કરવામાં આવ્યું છે. લુણસપુર ખાતે સિન્ટેક્ષ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં મશીન ઓપરેટરની જગ્યામાં ભરતી માટે ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આ લિંક https://forms.gle/c5BfAWJh1wMwNs7i9 ઉપર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ચાલુ જુલાઈ મહિનાની ૨૩ તારીખ નાં રોજ ઓનલાઈન ભરતી મેળો યોજાનાર છે જેની નોંધ લેવા એક યાદીમાં જણાવાયું છે.
રોજગાર વિભાગ દ્વારા ઓનલાઇન ભરતીમેળાનું આયોજન

Recent Comments