કોરોના પછી અનેક કંપનીઓ હજુ પણ એવી છે કે જે હજુ નુક્શાનીમાંથી બહાર નથી આવી શકી અથવા તો પ્રોડક્શનમે મેનેજ નથી કરી શકી. આવી કંપનીઓમાં માત્ર નાના ગ્રુપનો જ સમાવેશ થાય છે એમ નથી, આ વખતે જે સમાચાર આવી રહ્યા છે તે કંપની છે રોલ્સ રોયસ કે જે ૨૫૦૦ જેટલા કર્મચારીઓની છટણી કરવા જઈ રહ્યું છે. રોલ્સ રોયસ કંપનીમા છટણી થવા પાછળના કારણમાં જાણવા મળી રહ્યું છે કે તે તેના જેટ એન્જિન બિઝનેસને રિસ્ટ્રક્ચર કરવામાં લાગી છે. આ કંપની કોરોના પછી ઘણી મુશ્કેલીનો સામનો કરી રહી છે.
જાે કે સવાલ હવે એ આવશે કે કંપનીનું આ પગલું ટાટા જૂથ સાથેની કામની ડિલીવરી પર અસર પોહચાડશે કે કેમ? કોરોનાને લઈ વિશ્વભરમાં હવાઈ ટ્રાફિક પર તો અસર આવી જ સાથે મુસાફરોનો ઘટાડો પણ જવાબદાર બન્યો જેને લઈ હવે કંપની બોર્ડે રિ-સ્ટ્રક્ચરિંગની યોજના બનાવી રહી છે. જણાવવું રહ્યું કે રોલ્સ રોયસ એરોપ્લેન મેન્યુફેક્ચરિંગ કંપની બોઇંગને મોટા પાયે જેટ એન્જિન સપ્લાય કરે છે.. કોરોના પછીની સ્થિતિને મેનેજ કરવા માટે રોલ્સ રોયસ ૨૫૦૦ જેટલા તેના કર્મચારીની છટણી કરવા માટે જઈ રહ્યું છે. બ્રિટનના ડર્બીમાં હેડક્વાર્ટર ધરાવતી કંપની કયા પ્લાન્ટ કે તેના કયા ઝોનમાંથી આ કર્મચારીઓની છટણી કરશે તે હજુ સ્પષ્ટ નથી કર્યુ. એજન્સી સૂત્રો પાસેથી મળતી માહિતિ મુજબ રોલ્સ રોયસ કંપનીના દુનિયાભરમા ૪૨ હજાર જેટલા કર્મચારી છે
અને તેના અડધાભાગના તો બ્રિટનમાં જ છે. છટણીને લઈને આવી રહેલા સમાચાર વચ્ચે કંપનીના નવા સીઈઓ તુફાન એર્ગિનબિલગીચનું કહેવું છે કે કંપની પોતાની રીતે ઉભી થઈ રહી છે અને થોડા સુધારા વધારા પણ કરી રહી છે. કંપની દ્વારા વર્ષ ૨૦૨૦ના સમયમાં દુનિયાભરમાં આવેલા તેના કર્મચારીઓ પૈકી નવ હજાર લોકોની છટણી કરી હતી. આ એ સમયગાળો ચાલી રહ્યો હતો કે જેમાં એર ટ્રાફિક સાવ નહિવત બરાબર હતો અને કંપનીને ખર્ચ ઘટાડવો જરૂરી બન્યો હતો. ૨૫૦૦ કર્મચારીની છટણી વચ્ચે હવે સવાલ એ પણ પુછાઈ રહ્યા છે કે શું ટાટા સાથે ચાલી રહેલા કંપનીના કામમાં વિલંબ થશે ? કેમ કે ટાટા ગ્રુપ દ્વારા એર ઈન્ડિયાના વિસ્તરણ માટે ૪૭૦ જેટલા એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. બોઈંગ એ છે કે જે માત્ર્ બં કંપનીના જ એન્જીન સપ્લાય કરે છે ઉપરાંત અડધા જેટલા જેટ પણ પુરા પાડશે, તે કંપની છે ય્ઈ અને ઇર્ઙ્મઙ્મજ ઇર્અષ્ઠી. ટાટા સાથે કંપનીની સપ્લાય ચેઈન પર અસરને લઈ કંપની દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં નથી આવ્યું.
Recent Comments