આઝાદીના અમૃત મહોત્સવ અને કોર્નિયલ અંધત્વ મુક્ત ભારત અભિયાન અંતર્ગત ૧૯૭૨ માં શરૂ થયેલ લક્ષ્મી ડાયમંડની સફળતાના 50 માં સ્વર્ણિમ મહોત્સવ તથા લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના સેવાયજ્ઞ ના 25 વર્ષનો રજત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે આયોજીત ચક્ષુદાન જાગૃતિ પખવાડિયા મહોત્સવનો ઉદઘાટન કાર્યક્રમ તારીખ : -૨૫ / ૦૮ / ૨૦૨૨ ના રોજ ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે કરવામાં આવ્યો હતો .
આ કાર્યક્રમમાં લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના પ્રમુખ શ્રી ડૉ.પ્રફુલ શીરોયા , ગજેરા ટ્રસ્ટના ટ્રસ્ટી અને લક્ષ્મી ડાયમંડના ડિરેક્ટર શ્રી ચૂનીભાઈ ગજેરા સાથે ચક્ષુદાન ઉપપ્રમુખશ્રી દિનેશભાઈ પટેલ , રિજન ચેરમેન લાયન્સ ક્લબ -323F2 શ્રી ઉપેશભાઈ ગાંધી , ડિસ્ટ્રીક્ટ યુથ કો.ઓડીનેટર ( નેહરુ યુવા કેન્દ્ર ) , શ્રી સચિન શર્મા , ઝોન ચેરમેન લાયન્સ ક્લબ -323 F2 નાં શ્રી પ્રદીપ ચેવલી ઉપસ્થિત રહ્યા હતા .
ચક્ષુદાન જાગૃતિ પખવાડિયા અંતર્ગત ૨૫/૦૮/૨૦૨૨ થી ૦૮/૦૯/૨૦૨૨ દરમિયાન વિવિધ પચાસ સ્થળો પર નેત્ર નિદાન અને નેત્રદાન જાગૃતિ અંગેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે . આ પચાસ જગ્યાઓ પર દર્દીઓની આંખની તપાસ , મોતિયાના ઓપરેશન , નેત્રદાન જાગૃતિ ડિબેટ , નેત્રદાન અને અંગદાન ના પોસ્ટરો લગાવવા , જેવી અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે . લક્ષ્મી ડાયમંડના પચાસ વર્ષ અને લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના પચ્ચીસ વર્ષની આ અનોખી રીતે ઉજવણી કરી સમાજમાં એક હકારાત્મક દાખલો બેસાડયો છે .
Recent Comments