ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં ભાજપનાં સાંસદ કૌશલ કિશોરનાં પુત્ર આયુષને બાઇક સવાર બદમાશોએ ગોળી મારીને ફરાર થઇ ગયા છે. કૌશલ કિશોરનાં પુત્ર આયુષને માડિયાવ વિસ્તારમાં છઠામીલ ચોકડી નજીક ગોળી મારવામાં આવી હતી. આયુષને ગોળી માર્યા બાદ બદમાશો ભાગી ઘયા હતા. જણાવી દઇએ કે, હાલનાં સમયમાં આયુષને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યા આયુષની તબિયત સારી હોવાનુ સામે આવી રહ્યુ છે.
લખનઉ પોલીસનાં કહેવા મુજબ, ફાયરિંગ બાદ સાંસદનાં પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે. તેની હાલત સ્થિર છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. હાલ આ કેસમાં વધુ તપાસ હાથ ધરાઇ છે. એડીસીપી ઉત્તર પ્રાચી સિંહનાં જણાવ્યા અનુસાર, આયુષ રાત્રે લગભગ ૨.૪૫ વાગ્યે મડિયાંવ ગયા બાદ ઘરે પરત ફરી રહ્યો હતો. છઠ્ઠા મીલ પર પહોંચતા બદમાશોએ ગોળીબાર કર્યો હતો. ગોળી આયુષનાં જમણા હાથને વાગીની નીકળી ગઇ હતી. એડીસીપીનાં જણાવ્યા મુજબ ઘાયલોને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. આયુષ નિવેદન આપવાની સ્થિતિમાં નથી. વળી, પુત્ર પર થયેલા હુમલાની માહિતી મળ્યા પછી તુરંત જ સાંસદ કૌશલ કિશોર અને તેમના પત્ની જયદેવી ટ્રોમા સેન્ટર પહોંચ્યા હતા.
આ ઘટના સામે આવ્યા બાદ યુપીનાં યોગી વહીવટીતંત્રની સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉભા થવા લાગ્યા છે. જણાવી દઇએ કે, ગઈકાલે ગાજીપુરમાં થયેલી લૂંટ અને હવે યુપીની રાજધાની લખનઉમાં સાંસદનાં પુત્ર પર ફાયરિંગથી વહીવટ અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.
Recent Comments