કોલેબ આયોજિત સુપ્રસિદ્ધ લેખક લલિત ખંભાયતના પ્રવાસ નિબંધ સંગ્રહનો વિમોચન સમારોહ તા. ૨૫-૨-૨૦૨૪ ને રવિવારના રોજ સવારે ૧0.૩૦ કલાકે પી.વી. એન્કલેવ, ઓફ સિંધુભવન રોડ, અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો છે. સાહિત્યરસિકોને સાદર નિમંત્રણ છે. નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત, વિશ્વના અનેક સ્થળોનો પરિચય કરાવતા આ પુસ્તક વિશે યુગપ્રવર્તક પત્રકાર અને લેખક નગેન્દ્ર વિજય વાત કરશે અને અતિથિવિશેષ તરીકે લોકપ્રિય જમાવટ વકતા દેવાંશી જોશી રહેશે. સંચાલન હરદ્વાર ગોસ્વામી અને સંકલન રોનક શાહ કરશે. વાચકો સાથે સર્જક સંવાદ પણ યોજાશે. પ્રવેશ નિ:શુલ્ક રહેશે.
લલિત ખંભાયતના પુસ્તક ‘રખડે એ મહારાજા’નો વિમોચન સમારોહ

Recent Comments