અમરેલી

લાઠીના તાજપર આંગણવાડી કેન્દ્ર પર સરપંચ અને ગામ અગ્રણીઓની ઉપસ્થિતમાં Covid-19 વેક્સિનનો પ્રારંભ

લાઠી તાલુકા ના તાજપર ગામે આજરોજ તારીખ 10/3/2021 નારોજ  આંગણવાડી કેન્દ્ર ખાતે 60 વષૅ થી ઉપરના વરિષ્ઠ નાગરિકો તેમજ કોમોર્બિટ ધરાવતા લોકોને Covid-19 વેક્સિન ના ત્રીજા તબક્કા નો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેમાં 60 વર્ષ થી ઉપર ના વરિષ્ઠ નાગરિકો ને કોરોના વેક્સિન નો પ્રથમ ડોઝ આપી સુરક્ષિત કરવામાં આવેલ, આ સમગ્ર કામગીરીમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આર આર મકવાણા ના સતત માર્ગદર્શન  હેઠળ તેમજ પ્રા. આ. કે.ના મેડિકલ ઓફિસર ડૉ. હિતેશ પરમાર, ડો. શીતલ રાઠોડ , જયદેવભાઈ કનાલા, ગાયત્રીબેન લાડોલા, આંગણવાડી વર્કર બહેનો, આશા બહેનો અને શિક્ષક સ્ટાફ દ્વારા કોરોના વેક્સિન ની સફળતા પૂર્વક કામગીરી કરવામાં આવેલ હતી. તેમજ વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત, અસરકારક અને સરકાર માન્ય હોવાથી દરેક 60 વર્ષ થી ઉપર ના વરિષ્ઠ નાગરિકો એ નજીક ના સરકારી આરોગ્ય કેન્દ્ર પર આ વેક્સિન લેવી જોઈએ એવી સરપંચ શ્રી વિજયભાઈ બારડ, ગામ અગ્રણી ઓ દ્વારા જાહેર અપીલ પણ કરવા માં આવે છે.

Related Posts