કોરોના મુક્ત થવા અંગે આશા ભરી મીટ માંડીને બેઠો છે અમરેલી જિલ્લો. આજે જિલ્લામાં ફક્ત 5 પોઝિટિવ કેસ સામે 4 ડિસ્ચાર્જ, સારવાર હેઠળ હવે ફક્ત 35 દર્દીઓ.
તંત્રની સરાહનીય કામગીરી અને લોકોના સહકાર થી અમરેલી જિલ્લામાં ઘટતા જતા પોઝિટિવ કેસો ના કારણે અમરેલી જિલ્લો કોરોના મુક્ત થવા માટે આશા ની મીટ માંડીને બેઠા છે. સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા પણ ઘટતી જાય છે તેમજ ડિસ્ચાર્જની સંખ્યા પણ વધતી જાય છે. ભુલાય નહિ અત્યારે માસ્ક જ એકમાત્ર વેકસીન છે. આજ તા. 10 જાન્યુઆરીના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લા માં વધુ ફક્ત 5 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ ફક્ત કુલ 35 દર્દીઓ જ સારવાર લઈ રહ્યા છે. આજે 4 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોના થી અત્યાર સુધીમા 41 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3745 પર પહોંચ્યો.
અમરેલીમાં કોરોના વધુ 5 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3745 પર



















Recent Comments