લાઠી તાલુકાના કાંચરડી ખાતે જનકભાઈ તળાવીયા ની અધ્યક્ષતા ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો
લાઠી તાલુકાના કાંચરડી ગામ ખાતે જનકભાઈ પી તળાવીયા ની અઘ્યક્ષતા માં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો.લાઠી તાલુકાના કાંચરડી પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી અને પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી જનકભાઈ પી. તળાવીયા, અગ્રણી ઘનશ્યામભાઈ એમ.રાઠોડ, ગામનાં સરપંચશ્રી ગોબરભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યાં હતા.આ કાર્યક્ર્મ મા જનકભાઈ પી તળાવીયા નું સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતુ ,જનકભાઈ તળાવીયા ના વરદહસ્તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઈનામ વિતરણ કરવામાં આવ્યું, અને તેમને આગળ અભ્યાસમાં કોઇપણ પ્રકારની મુશ્કેલી કે જરૂરીયાત હોય તો તાત્કાલિક જનકભાઈ. તળાવીયા નો સીધો સંપર્ક સાધવા આહવાન કરવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીઓને પોતાનાં ક્ષેત્રમા ખુબજ આગળ પ્રગતિ કરે અને જળહળતી કારકિર્દી પ્રાપ્ત કરે અને પોતાના માતાપિતા તેમજ કાંચરડી ગામનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી.આ કાર્યક્રમને કાંચરડી પ્રાથમિક શાળાનાં આચાર્યશ્રી હરિભાઈ વાઘેલા તેમજ શાળાનાં શિક્ષકશ્રી વિજયભાઇ પટેલ, આશાબેન પટેલ, વિનોદભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ લાઠીયા, કમલેશભાઈ પટેલ તેમજ અમિતાબેન જાદવ દ્વારા આ કાર્યક્રમ ને સફળ બનાવવા મા આવ્યો હતો
Recent Comments