લાઠી તાલુકાના ધામેલ ગામે ૬ નાળા વાળો મોટો પુલ બનાવવાની રજૂઆત કરતા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જનકભાઈ પી તળાવીયાઅમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામ ની શરૂઆતમાં મોટું પાણીનું વહેણ પસાર થાય છે જે ધામેલ ગામ થઈને ગારીયાધાર તરફ જવાના રસ્તા વચ્ચે આવે છે ચોમાસા દરમિયાન જ્યારે નદી ના વહેણ માં પાણી ચાલુ હોય ત્યારે કલાકો સુધી રાહદારીઓને ત્યાં રોકાઇ રહેવું પડતું હોવાથી તેમજ ધામેલ મફત પરા ના વિદ્યાર્થીઓને ધામેલ ગામમાં આવવા માં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય. ગત વર્ષમાં સરકારશ્રી દ્વારા ૪ નાળા વાળો પુલ મંજૂર કરવામાં આવ્યો હતો. પરંતુ કોઇ કારણોસર ચારનાળા વાળો પુલ બને તેમ ન હોય જો ૪ નાળા વાળો પુલ બનાવવામાં આવે તો ત્યાં પાણી નો અટકાવ થવાની શક્યતાઓના કારણે ધામેલ ગામ ને ૪ ના બદલે ૬ નાળા વાળો પુલ બનાવવા જિલ્લા પંચાયત સદસ્યશ્રી અને પૂર્વ પ્રમુખશ્રી લાઠી તાલુકા પંચાયત જનકભાઈ પી તળાવિયા દ્વારા મુળીયાપાટ ગામે ૬ નાળા વાળો મોટો પુલ મંજુર કરવા કાર્યપાલક ઇજનેર અમરેલી તેમજ સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયાને લેખિત રજૂઆત કરતા કરવામાં આવી
લાઠી તાલુકાના ધામેલ ગામે ૬ નાળા વાળો મોટો પુલ બનાવવાની રજૂઆત કરતા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જનકભાઈ પી તળાવીયા

Recent Comments