લાઠી તાલુકા ના તાજપર પ્રાથમિક શાળામાં ધોરણ આઠ નાં બાળકો નો વિદાય સન્માન સમારોહ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે યોજાયો
લાઠી તાલુકા ના તાજપર પ્રાથમિક શાળામાં ધોરણ આઠ નાં બાળકો નો વિદાય સન્માન સમારોહ યોજાયો.યુવા સરપંચ શ્રી બારડ ની અધ્યક્ષતા માં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે
ધોરણ ૮ ના વિદ્યાર્થી ઓનો વિદાય સમારોહ એવમ પ્રોત્સાહન પુરસ્કાર થી છાત્રા ઓનું સન્માન કરાયું હતું લાઠી તાલુકાના તાજપર ગામે પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા ધોરણ ૮ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા. તેમજ ગામ લોકો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા .
આ પ્રસંગે સરપંચશ્રી વિજયભાઈ બારડ તેમજ શાળાના આચાર્ય તેમજ તમામ શિક્ષકો દ્વારા બાળકોને સંબોધન કરી આગળનું ભવિષ્ય ઉજવળ બને અને ઉત્તરોતર પ્રગતિ કરતા રહે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા. આ પ્રસંગે ગ્રામ પંચાયત નાં તમામ સદસ્યો. એસ એમ સી સભ્યો, ગામના આગેવાનો હાજર રહેલ હતા.
Recent Comments