લાઠી તાલુકા માં આયુષ્યમાન ભારત કાર્ડ ના કેમ્પ નું આયોજન
લાઠી તાલુકા માં આયુષ્યમાન ભારત કાર્ડ ના કેમ્પ નું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલી જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પટેલ સાહેબ ની સૂચના અન્વયે તમામ ગામો માં આયુષમાન ભારત અંતર્ગત PMJAY કાર્ડ માટેની કામગીરી નું આયોજન કરવામાં આવેલ છે જેમાં લાઠી તાલુકા માં તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ આયોજન મુજબ નક્કી કરેલા ગામો માં આયુષ્યમાન ભારત PMJAY કાર્ડ ની કામગીરી સઘન રીતે કરવામાં આવી. જેમાં PMJAY ના લાયક કુટુંબો ના સ્થળ પર ત.ક.મ શ્રી દ્વારા આવક ના દાખલા કરાવી અને વી.સી.ઈ દ્વારા સ્થળ પર જ આવક ના દાખલા અપલોડ કરાવી કાર્ડ કાઢવા ની કામગીરી કરવામાં આવી અને સાથે બ્લોક થયેલા કાર્ડ ચાલુ કરી રીન્યુ ની કામગીરી પણ કરવામાં આવી અને આ કામગીરીમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો અને કામગીરી હજુ ૧૦ દિવસ સુધીનું આયોજન હોય બાકી રહેતા કુટુંબો વધુમાં વધુ આ કાર્ડ કઢાવવા માટે આ કેમ્પનો લાભ લે એવો અનુરોધ કરવામાં આવેલ છે. આ કામગીરી માં આરોગ્ય સ્ટાફ, આશાઓ, તલાટી મંત્રી અને વી.સી.ઈ.એ સારો એવો સહકાર આપ્યો હતો.
Recent Comments